Summer Tips : ઉનાળાની ઋતુમાં તમારા વાળ પણ ખરાબ થઇ જાય છે, તો રાખો આ રીતે ધ્યાન

ગરમીની (Summer) સિઝનમાં ઘણીવાર વાળ ઓઈલી થવાની સમસ્યા વધી જાય છે. જેને વારંવાર ધોવા મુશ્કેલ હોય છે. વારંવાર શેમ્પૂ કરવાથી પણ વાળને નુકસાન પહોંચી શકે છે.

Summer Tips : ઉનાળાની ઋતુમાં તમારા વાળ પણ ખરાબ થઇ જાય છે, તો રાખો આ રીતે ધ્યાન
વાળનું આ રીતે રાખો ધ્યાન
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 01, 2021 | 4:04 PM

Summer Tips : ગરમીની (Summer) સિઝનમાં ઘણીવાર વાળ ઓઈલી થવાની સમસ્યા વધી જાય છે. જેને વારંવાર ધોવા મુશ્કેલ હોય છે. વારંવાર શેમ્પૂ કરવાથી પણ વાળને નુકસાન પહોંચી શકે છે. એવામાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ (Tips) બતાવીશુ. જેમાં તમે પ્રાકૃતિક રીતે વાળની દેખરેખ રાખી શકો છો.

દહીં અને મધ આ પેક ઓઈલી વાળ (Hair) માટે એક સારું માનવામાં આવે છે. મધ (Honey) અને દહી (Curd) બંને વાળને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. સાથે જ તે વાળને ચમકદાર પણ બનાવે છે. ચાર મોટા ચમચા દહીંમાં એક લીંબુનો રસ ભેળવો અને આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધા કલાક પછી વાળ ધોઈ નાખો.

લીંબુ (Lemon) માથાની ત્વચાને સાફ કરે છે અને પીએચ સંતુલન જાળવી રાખે છે. રુક્ષ વાળ માટે ચાર મોટા ચમચી દહીં અને એક ચમચી મધ ભેળવીને વાળ અને માથાની ત્વચામાં લગાવો. અડધા કલાક પછી ધોઈ લો. આ પેક અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

મધનો હેર પેક પરસેવાને કારણે માથાની ત્વચામાં ખંજવાળ આવવાની સમસ્યા સામાન્ય છે. જેના કારણે વાળ ખરવા લાગે છે. આ સમસ્યાના ઉકેલ માટે કેળા અને મધ વાપરી શકો છો. કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે વાળની જડ સુધી જઈને મજબૂતી આપે છે. મધ ખંજવાળથી બચાવે છે. એક કેળું મેશ કરીને તેમાં બે-ત્રણ ચમચી મધ નાખો.

આ માસ્કને વાળમાં લગાવીને 15 મિનિટ રહેવા દો. 15 મિનિટ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. વાળમાં પ્રાકૃતિક ઓછું કરવા માટે સફરજનના સિરકાનો ઉપયોગ પણ કરી શકો છો. શેમ્પૂ કર્યા પછી એક મગ પાણીમાં એક ચમચી સફરજનના સિરકા નાખીને તેને વાળોમાં નાંખો. અને પછી સાદા પાણીથી ધોઈ નાખો.

મેથીના દાણાનો હેર પેક ગરમીમાં વાળમાં ખોડાની સમસ્યા વધી જાય છે. તેના માટે તમે મેથીના દાણાનો ઉપયોગ કરી શકો છો. રાત્રે બે ચમચી મેથીના દાણાને પલાળી રાખો અને સવારે તેને વાટી લો. આ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ મેળવીને વાળમાં લગાવો અને અડધા કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ નાખો. અઠવાડિયામાં બે વાર આ પેસ્ટને લગાવી શકો છો

આમળા હેર પેક તેમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળ અને માથાની ત્વચાને રુક્ષ બનતી અટકાવે છે અને વાળને ખરતા અટકાવે છે. બે-ત્રણ આમળાને પાણીમાં ઉકાળીને પીસી લો અને દહીંમાં ભેળવીને તેની પેસ્ટ બનાવો. આ મિશ્રણને અડધો કલાક વાળમાં લગાવી રાખો અને પછી ધોઇ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર તેનો ઉપયોગ કરો.

મલાઈ પેક આ પેક ડેમેજ થઈ ચૂકેલા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મલાઈ અને મધને મેળવીને લગાવવાથી વાળને ચમક મળે છે. તેને માથાની ત્વચા પર ન લગાવો. તેને ફક્ત વાળમાં લગાવો. ત્રણ મોટા ચમચી તાજી મલાઈ માં એક મોટો ચમચી મધ લગાવો. આ પેકને અડધો કલાક લગાવી રાખો અને પછી શેમ્પૂથી ધોઇ લો. 15 દિવસમાં બે વાર આ પેસ્ટને લગાવી શકાય છે.

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)

g clip-path="url(#clip0_868_265)">