Summer diet: ઉનાળાનું કાળઝાળ ગરમીમાં ક્યારે પણ ના ખાવ આ 5 વસ્તુ, વધી શકે છે તમારા શરીરનું તાપમાન

|

Apr 03, 2021 | 2:35 PM

summer diet: ઉનાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ ઓછી થઇ જાય છે તેથી જમવાનું પચવામાં સમય લાગી શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચવા માટે જલજીરા, લસ્સી, નારિયેળ પાણી, જ્યુસનું સેવન કરવું જોઈએ

Summer diet: ઉનાળાનું કાળઝાળ ગરમીમાં ક્યારે પણ ના ખાવ આ 5 વસ્તુ, વધી શકે છે તમારા શરીરનું તાપમાન
ઉનાળામાં ક્યારે પણ ના કરો આ વસ્તુનું સેવન

Follow us on

Summer diet: ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડાપીણાનો વધારે ઉપયોગ કરતા હોય છે. પરંતુ અમુક વસ્તુ એવી છે જેનું ઉનાળામાં સેવન કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. ઉનાળાની ઋતુમાં જમવાથી વધારે પીવામાં ધ્યાન આપવું જોઈએ. ઉનાળાની ઋતુમાં આપણી પાચનશક્તિ ઓછી થઇ જાય છે તેથી જમવાનું પચવામાં સમય લાગી શકે છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચવા માટે જલજીરા, લસ્સી, નારિયેળ પાણી, જ્યુસનું સેવન કરવું જોઈએ. જેથી ઓછા સમયમાં વધુ પોષણ મળી શકે. ઉનાળાની ઋતુમાં ઘણી એવી વસ્તુ હોય છે જે ના ખાવામાં આપણી ભલાઈ હોય છે. બીમારીથી બચવા માટે તમારે તમારા ડાયેટમાં આ વસ્તુ ના ખાવી જોઈએ.

ચા અથવા કોફી
ઘણા લોકોને ચા અને કોફીનું ચુસ્કીથી જ સવાર થતી હોય છે. તો ઘણા લોકો કોઈ પણ સમયે ચા અને કોફી પીવા માટે આતુર હોય છે. જે લોકો વધુ પડતું ચા અને કોફીનું સેવન કરતા હોય તેને ઉનાળામાં નુકસાન થઇ શકે છે. ઉનાળાની ઋતુમાં વધુ પડતું ચા અને કોફીનું સેવન કરવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

આઈસ્ક્રીમ
લોકો ઉનાળાની ઋતુમાં સૌથી વધુ સેન કરતા હોય તો તે છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઉનાળામાં ઘરે-ઘરે ખાવામાં આવે છે. પરંતુ શું તમને ખબરદાર છે કે, આઈસ્ક્રીમથી શરીરનું તાપમાન વધે છે. જણાવી દઈએ કે, આઈસ્ક્રીમમાં ઔથી વધુ શુગર હોય છે. જે મોટાપા અને ડાયાબિટીસને વધારવાનું કામ કરે છે. આ સિવાય ઉનાળામાં આઈસ્ક્રીમ ખાધા બાદ ગરમી વધારે લાગશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સી ફૂડ
ઉનાળામાં સી ફૂડ ખાવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ વધી જાય છે. ઉનાળાની ઋતુમાં સીફૂડ ખાવાનું ટાળવું જોઈએ. આ ખાવાથી શરીરનું તાપમાન પણ ઝડપથી વધે છે.

ડ્રાયફ્રૂટ્સ
ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ ઉનાળાની ઋતુમાં બદામ, અંજીર, કિસમિસ, ખજૂર અને જરદાલુ જેવા ડ્રાયફ્રુટનું સેવન ના કરવું જોઈએ. ડ્રાયફ્રુટ ના ખાવા પાછળનું કારણ એ છે કે તેમની અસર ગરમ છે, જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

મસાલા
આપણે ભારતીયોને મસાલા અને તીખોતમતમતો ખોરાક ખાવાનું પસંદ છે. પરંતુ ઉનાળામાં એલચી, તજ, લવિંગ, કાળા મરી જેવા ગરમ મસાલા ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article