મોસમ બદલવાથી થઈ શકે છે ગળામાં ટોન્સિલની સમસ્યા, રાહત મેળવવાના આ રહ્યા ઉપાયો

|

Oct 28, 2020 | 1:54 PM

ટોન્સિલ એટલે ગળાની અંદર પ્રભાવિત ભાગમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવુ. મોસમમાં બદલાવ થવાથી ઘણીવાર ટોન્સિલની સમસ્યા સામે આવે છે. ખાસ કરીને ઠંડા મોસમમાં આ સમસ્યા વધી જાય છે. તેના લક્ષણ અને બચવાના ઉપાય આ પ્રમાણે છે. ટોન્સિલના લક્ષણો સામાન્ય ટોન્સિલ થવા પર ગળામાં ખરાશ રહે છે. સાથે જ બળતરા પણ થાય છે. જેના કારણે ખૂબ જ […]

મોસમ બદલવાથી થઈ શકે છે ગળામાં ટોન્સિલની સમસ્યા, રાહત મેળવવાના આ રહ્યા ઉપાયો

Follow us on

ટોન્સિલ એટલે ગળાની અંદર પ્રભાવિત ભાગમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થવુ. મોસમમાં બદલાવ થવાથી ઘણીવાર ટોન્સિલની સમસ્યા સામે આવે છે. ખાસ કરીને ઠંડા મોસમમાં આ સમસ્યા વધી જાય છે. તેના લક્ષણ અને બચવાના ઉપાય આ પ્રમાણે છે.

ટોન્સિલના લક્ષણો
સામાન્ય ટોન્સિલ થવા પર ગળામાં ખરાશ રહે છે. સાથે જ બળતરા પણ થાય છે. જેના કારણે ખૂબ જ વધારે દર્દ, તાવ, ગળવામાં તકલીફ, મોઢું ખોલવામાં દર્દ થવા જેવી તકલીફ નો સામનો કરવો પડે છે. યોગ્ય સમય પર ઇલાજ ન થવાને કારણે તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બચવાના ઉપાય
ટોન્સિલ થી બચવા માટે કોગળા કરવા સૌથી યોગ્ય ઇલાજ છે. જેના માટે અમે તમને બતાવીશુ કંઈક એવા ઉપાય, જે તમને ટોન્સિલની સમસ્યાથી છુટકારો અપાવશે.

આદુ
ગરમ પાણીમાં લીંબુનો રસ અને તાજા આદુ વાટીને મિક્સ કરો.હવે તે પાણીથી દરરોજ અડધા કલાકે કોગળા કરતા રહો. તે ગરમ હોવાથી આરામ આપવામાં મદદ કરશે. આ ઉપરાંત આદુવાળી ચા પીવાથી પણ આરામ મળશે.

દૂધ
કાચા પપૈયાને દૂધમાં ભેળવીને કોગળા કરવાથી પણ ટોન્સિલ માં આરામ મળે છે. આ ઉપરાંત એક કપ ગરમ દૂધમાં અડધી ચમચી વાટેલી હળદર મેળવીને પીવાથી પણ ટોન્સિલ જલ્દી સારા થઈ જાય છે.

સિંધવ મીઠું
ગળાની પરેશાનીમાં મીઠું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હૂંફાળા અથવા હળવા ગરમ પાણીમાં એક ચમચી સિંધવ-મીઠું નાખીને કોગળા કરવાથી બેક્ટેરિયા નો નાશ થાય છે.

સિરકો
મોઢામાં તકલીફ હોય ત્યારે સિરકો ખૂબ જ લાભપ્રદ સાબિત થાય છે. સફરજનના સિરકાને ગરમ પાણીમાં મિક્સ કરીને કોગળા કરવાથી ગળાનું સંક્રમણ સારું થાય છે.

મધ
ગરમ અથવા હુંફાળા પાણીમાં લીંબુ ની સાથે મધ ભેળવીને પ્રયોગ કરવાથી, ગળાના દર્દમાં ઘણા અંશે રાહત મળે છે. સાથે જ ટોન્સિલ પણ જલદી સારા થઈ જાય છે.

બેકિંગ સોડા
બેકિંગ સોડા અથવા પોટેશિયમ કાર્બોનેટ છે જે પાણીમાં ભેળવીને કોગળા કરવાથી પણ લાભ મળે છે.

લસણ
ઉકાળેલા પાણીમાં કેટલીક લસણની કળીઓ નાખીને સારી રીતે ઉકાળીને ગાળી લો. જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે કોગળા કરી લો. તેનાથી ગળાનો દુઃખાવો સારો થઈ જશે. અને મોઢામાં દુર્ગંધની સમસ્યા નહીં રહે.

આ પણ વાંચોઃ ડાયેટમાં થોડો સુધારો કરીને, વધારી શકો છો લોહીમાં પ્લેટલેટ્સ કાઉન્ટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article