પોષણ મામલે બધી દાળમાં બેસ્ટ છે Moong Dal, જાણીએ તેના અઢળક ફાયદાઓ
દાળ પ્રોટીનથી ભરપૂર છે. બધા જ પ્રકારની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ છતાં પણ પણ પ્રોટીને લઈને ઘણી સમસ્યા રહે છે. જેને લઈને તમે તમારી ડાયટમાં મગદાળને (Moong Dal) જરૂર સામેલ કરો. કોઈ પણ રીતે મગ દાળનું (Moong Dal) સેવન ઘણું ફાયદાકારક છે.

દાળ પ્રોટીનથી ભરપૂર છે. બધા જ પ્રકારની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ છતાં પણ પણ પ્રોટીનને લઈને ઘણી સમસ્યા રહે છે. જેને લઈને તમે તમારી ડાયટમાં મગદાળને (Moong Dal) જરૂર સામેલ કરો. કોઈ પણ રીતે મગ દાળનું (Moong Dal) સેવન ઘણું ફાયદાકારક છે. દાળમાં સૌથી પૌષ્ટિક મગની દાળ હોય છે, તેમાં વિટામિન એ, બી, સી અને ઈ ભરપૂર હોય છે. આ ઉપરાંત મગદાળમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. મગની દાળના સેવનથી શરીરમાં કેલરીમાં વધારો થતો નથી. જો તમે ફણગાવેલી મગ દાળ ખાવ છો તો શરીરને માત્ર 30 કેલરી અને 1 ગ્રામ ચરબી મળે છે.
ફણગાવેલી મગદાળમાં મેગ્નેશિયમ, કોપર, ફોલેટ, રાઈબોફ્લેવિન, વિટામિન, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી 6, નિયાસિન, થાઈમિન અને પ્રોટીન હોય છે. ફણગાવેલ મગ દાળમાં ગ્લુકોઝ બહુ જ ઓછા પ્રમાણમાં રહે છે. જેના કારણે ડાયાબિટીસના રોગીઓ પણ ખાઈ શકે છે. ફણગાવેલ મગદાળમાં ઓલિઓસેકરાઈડ્સ હોય છે, જે પોલિફેનોલ્સમાંથી આવે છે. આ બંને ઘટકો ગંભીર રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત કરે છે. કેન્સરના દર્દીઓ પણ આરામથી તેનું સેવન કરી શકે છે.
મગ દાળમાં એવા ગુણધર્મો છે, જે શરીરની પ્રતિરક્ષામાં વધારો કરે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. તેમાં એન્ટિ-માઈક્રોબાયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ફણગાવેલ મગ દાળના શરીરમાં ટોકિ્સન કાઢવાનો ગુણ હોય છે. મગદાળનું સેવન કરવાથી શરીરમાંથી ઝેરી તત્વો ઓછા થઈ જાય છે.
રાત્રે કડાઈમાં મગની દાળને પાણીમાં પલાળો. પછી સવારે તેને પાણી નિતારીને મિક્સરમાં મિક્સ કરો. આ પછી મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. પેનને ગરમ કરી થોડું તેલ નાંખો અને મગદાળ પેસ્ટ ઉમેરીને તેને સારી હલાવો. આ પછી તેમાં બધી શાકભાજી અને પનીર ઉમેરો. આ પછી તેમાં થોડું ઘી નાંખો અને બીજી બાજુ પણ સાંતળો. તે પછી તેને પ્લેટમાં બહાર કાઢી લો તો તમારા મગની દાળના પુડલા તૈયાર છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)