AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Momos લવર માટે છે ખરાબ સમાચાર, મોમોઝની તીખી ચટણીથી થઇ શકે છે ગંભીર નુકસાન

આજના દિવસમાં સૌથી લોકપ્રિય ફાસ્ટફૂડ હોય તો તે છે મોમોઝ (Momos). આજે લગભગ ઘણા બધા વિસ્તારમાં મોમોઝ વેચાતા જોવા મળે છે. મોમોઝ સ્વાસ્થ્ય માટે સારા નથી અને તેનું વધુ સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

Momos લવર માટે છે ખરાબ સમાચાર, મોમોઝની તીખી ચટણીથી થઇ શકે છે ગંભીર નુકસાન
Momos
Charmi Katira
| Edited By: | Updated on: Feb 27, 2021 | 1:53 PM
Share

આજના દિવસમાં સૌથી લોકપ્રિય ફાસ્ટફૂડ હોય તો તે છે મોમોઝ (Momos). આજે લગભગ ઘણા બધા વિસ્તારમાં મોમોઝ વેચાતા જોવા મળે છે. મોમોઝ સ્વાસ્થ્ય માટે સારા નથી અને તેનું વધુ સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

મોમોઝ મેંદામાંથી બને છે. મેંદામાં એઝોડીકાર્બોના, માઇડ, બેંઝોઈલ પેરોક્સાઈડ જેવા તત્વો મળે છે. મોમોઝમાં મેંદાને સોફ્ટ બનાવવા માટે એલોક્સન નામનું તત્વ પણ મેળવવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. મોમોઝ બનાવવા માટે મેંદામાં જે તત્વ મિક્સ કરવામાં આવે છે તે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આ તત્વ શરીરના પૈંક્રિયાઝને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય મોમોઝથી ડાયાબિટીસની સંભાવના પણ વધે છે. Momos spicy sauce can cause serious damage

મોમોઝ વેજ અને નોનવેજ બંને પ્રકારના બનાવવામાં આવે છે. નોનવેજ મોમોઝ બનાવવા માટે ચિકનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેની ક્વોલિટી બહુ સારી નથી હોતી. લોકો મોમોઝની સાથે-સાથે પિરસવામાં આવતી ચટણીના પણ દીવાના હોય છે જે બહુ જ તીખી હોય છે. વધુ તીખું સ્વાસ્થ્ય માટે સારું નથી.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">