જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ […]

જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 12:24 PM

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ થાય છે. તો તમારા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને ફાયદો થાય છે. તો વાત કરીએ હુંફાળા ગરમ પાણીની, તો તે શરીર સાથે જોડાયેલી અનેક બીમારીઓને દૂર કરે છે. આમ તો ગરમ પાણી કોઈપણ સમયે લઈ શકાય છે, પણ જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીશો તો તેનો શરીરને વધારે ફાયદો થાય છે.

ગરમ પાણી પેટને સાફ કરે છે : સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. તેનાથી તમે પૂરી રીતે એનર્જેટિક અનુભવ કરશો. અને તમારો દિવસ તણાવમુક્ત રહે છે. કારણ કે પેટની સમસ્યાઓ થી જ આપણા શરીરમાં ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભૂખ ન લાગવાની ફરિયાદ ને પણ દૂર કરે છે : કેટલાક લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાના કારણે થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સાથે મીઠું અને કાળી મરી નાખીને પીઓ. તેનાથી તમને જરૂર ફાયદો થશે.

વજન ઘટાડવામાં પણ મદદ કરે છે : ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે પણ રામબાણ ઉપાય છે. તેને રોજ ઉપયોગમાં લેવાથી તમે વધતા વજનથી છુટકારો મેળવી શકો છો. આ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં ઘણા અંશે મદદ મળે છે.

ચહેરાની રોનક બનાવી રાખવા માટે : ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને ચહેરાની રોનક પણ હંમેશા બની રહે છે. તેના સેવનથી તમારા વાળ જલદી સફેદ થતાં અટકે છે.

થાકથી મળે છે રાહત : જો તમને કોઈ પણ કામ કર્યા પછી થાક લાગતો હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જશે અને તમને ઉર્જા મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ ઊંઘમાં બોલવાની આદતને ન કરો નજરઅંદાજ, જાણો શું હોઈ શકે છે કારણો અને ઉપાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">