તરબૂચ ખાતા પહેલાં આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?

|

Oct 07, 2020 | 6:51 PM

ઉનાળાની સાથે તરબૂચ પણ બજારમાં આવી ગયા છે. તરબૂચ ખાતા પહેલાં તમારે સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે તમે તરબૂચના બદલે ઝેર પણ ખાઈ રહ્યાં હોય તેવું બની શકે છે. જ્યારે પણ તરબૂચ પાકે નહીં અને તેનું વેચાણ કરવાનું થાય ત્યારે તેને એક અલગ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનના લીધે તરબૂચ પાકેલું […]

તરબૂચ ખાતા પહેલાં આ રીતે ચકાસો કે તેને ઈંજેક્શન વડે તો પકવવામાં નથી આવ્યું ને?

Follow us on

ઉનાળાની સાથે તરબૂચ પણ બજારમાં આવી ગયા છે. તરબૂચ ખાતા પહેલાં તમારે સાવધાન થઈ જવાની જરુર છે કારણ કે તમે તરબૂચના બદલે ઝેર પણ ખાઈ રહ્યાં હોય તેવું બની શકે છે.

જ્યારે પણ તરબૂચ પાકે નહીં અને તેનું વેચાણ કરવાનું થાય ત્યારે તેને એક અલગ પ્રકારનું ઈન્જેક્શન આપવામાં આવે છે. આ ઈંજેક્શનના લીધે તરબૂચ પાકેલું લાગે છે અને તેના અંદરના લાલ રંગમાં પણ ફેરફાર થઈ જાય છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

TV9 Gujarati

 

કેવી રીતે ખબર પડે કે તરબૂચમાં ઈન્જેક્શન મારેલું છે?

જો તરબૂચમાં ઈંજેક્શન મારેલું હોય તો તે ચારેબાજુથી લીલા રંગનું જ દેખાશે કારણ કે કૃત્રિમ રીતે તેને લીલું દેખાઈ તેવું કરવાનો પ્રયાસ થયો હશે. તરબૂચની જે દંડી હોય છે તે પાક્યા બાદ કાળી પડી જાય છે અને ઈંજેક્શન મારીને પકવેલાં તરબૂચમાં આવું જણાતું નથી.

જો તરબૂચ સામાન્ય રીતે જ પાકેલું હોય તો તેનો રંગ પણ અંદરથી એકસમાન હોય છે. જો બધી જગ્યાએ સમાન રંગ ના જોવા મળે તો તમારે ચેતી જવાની જરુર છે. કેમિકલ રીતે પકાવવામાં આવ્યું હોય તો કેટલાંક ભાગો ફિક્કા દેખાઈ આવે છે.

જો વધારે ચકાસણી કરવાનું મન થાય તો તરબૂચમાંથી એક ટૂકડો કાપો અને તેને એક પાણી ભરેલા વાસણમાં નાખો. થોડા સમય બાદ પાણીનો રંગ હલકો ગુલાબી થઈ જાય અથવા લાલ થઈ જાય તો તે તરબૂચને રંગથી મીઠું બનાવવાનો પ્રયાસ થયેલો છે તેવા તારણ પર આવી શકાય છે. તરબૂચમાં મીઠાસ બધા ભાગોમાં એક જેવી હોવી જોઈએ અને જો આવું ન હોય તો તમારે સાવધાન થઈ જવાની જરુર છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:25 pm, Wed, 15 May 19

Next Article