ગાજરના ફાયદા જાણશો તો ઉમેરી દેશો એને રોજની મોર્નિંગ ડાયેટમાં

ગાજર ખાવાની મજા જ અનેરી હોય છે. ગાજર ખૂબ રસભર્યા અને સ્વાદમાં મીઠા હોય છે. તેનો રંગ ઘેરો લાલ હોય છે. એક મધ્યમ સાઈઝની ગાજરમાં 25 ગ્રામ કેલરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ આવેલા છે. ગાજરમાં વિટામિન એ ભરપૂર રહેલું છે. આ વિટામિન એ આપણા શરીરની જરૂરિયાત કરતા 200 ટકા વધુ […]

ગાજરના ફાયદા જાણશો તો ઉમેરી દેશો એને રોજની મોર્નિંગ ડાયેટમાં
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:15 PM

ગાજર ખાવાની મજા જ અનેરી હોય છે. ગાજર ખૂબ રસભર્યા અને સ્વાદમાં મીઠા હોય છે. તેનો રંગ ઘેરો લાલ હોય છે. એક મધ્યમ સાઈઝની ગાજરમાં 25 ગ્રામ કેલરી હોય છે. 6 ગ્રામ કાર્બ અને 2 ગ્રામ ફાઇબર્સ આવેલા છે. ગાજરમાં વિટામિન એ ભરપૂર રહેલું છે. આ વિટામિન એ આપણા શરીરની જરૂરિયાત કરતા 200 ટકા વધુ છે. તેમાં રહેલું બીટા કેરોટીન આપોઆપ વિટામિન એ માં ફેરવાઈ જાય છે. ગાજર જેટલા ઘેરા રંગનું તેટલું તેમાં બીટા કેરામીન વધારે હોય છે.

ગાજરના ફાયદા:

1). જે લોકોને રાત્રે જોવામાં તકલીફ પડે છે. તેઓ જો નિયમિત રીતે ગાજર ખાય કે તેનો જ્યુસ પીએ તો રાહત મળે છે. મેક્યુલર રિજનરેશન અને મોતીયાથી પણ બીટા કેરોટીન રક્ષણ આપે છે.
2).ગાજર ખાવાથી કેન્સર સામે જોખમ ઓછું રહે છે. ખાસ કરીને ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર સામે ગાજર ખાવાથી રક્ષણ મળે છે.
3). આપણા શરીરમાં આવેલા સેલ રોજ ઘસાય છે. અને રોજ નવા સેલ બને છે. ગાજરમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ સેલના ડેમેજને રોકે છે. અને તેનાથી સેલ્સનું એજિંગ ઓછું થાય છે. ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે.


4). તેમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામિન એ ત્વચાને સૂર્યપ્રકાશથી થતા નુક્શાનને બચાવે છે. ત્વચામાં કરચલી ઓછી કરે છે, ખીલ ઓછા થાય છે.
5). બીટા કેરોટીનથી ભરપૂર આહાર લેવાથી હૃદય રોગ સંબંધી તકલીફો દૂર થાય છે. તે લીવરમાં જઈને શરીરમાં રહેલા ટોક્સિનને પણ દૂર કરે છે અને ફેટને બહાર કાઢે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

 

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati