AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : સવારે માત્ર ચાર પિસ્તા ખાઓ, અનેક બીમારીઓ રહેશે દૂર

પિસ્તા (pistachios) પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરરોજ સવારે ચાર પિસ્તા ખાવાથી અનેક બીમારીઓથી દૂર રહી શકાય છે.

Health Tips : સવારે માત્ર ચાર પિસ્તા ખાઓ, અનેક બીમારીઓ રહેશે દૂર
પિસ્તા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 9:33 AM
Share

જ્યારે વાત ડ્રાયફ્રુટની આવે ત્યારે તેમાં પિસ્તાનો (pistachios) સમાવેશ ચોક્કસપણે કરવામાં આવે છે. આ એક એવો સૂકોમેવો છે જે સરળ રીતે તમામ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેના સ્વાદને લઈને પણ લોકોની વચ્ચે ક્રેઝ રહે છે. જોકે બદામ, દ્રાક્ષ, કિસમિસની તુલનામાં ટેન્ક ઉપયોગ ખાવામાં ઓછો કરવામાં આવે છે. તેમ છતાં તેના ફાયદા રહેલા છે. આજે અમે તમને પિસ્તાના ફાયદાની વાત કરીશુ.

આંખ માટે ફાયદાકારક નિષ્ણાતો કહે છે કે પિસ્તા આંખ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પિસ્તામાં વિટામિન ઈનું પ્રમાણ હોય છે. તથા વિટામીન-એ આંખના સંપૂર્ણ આરોગ્ય માટે સક્રિય વિટામિન તરીકે કાર્ય કરે છે. જો તમે આંખ સાથે સંબંધિત તકલીફથી દૂર રહેવા માંગો છો.તો પિસ્તાનું સેવન શરૂ કરી શકો છો.

કેન્સરથી રહેશો દૂર પિસ્તા કેન્સરની તકલીફના પણ ઓછી કરે છે. કેન્સર એક એવી બીમારી બની ચૂકી છે જેના કારણે લાખો લોકોના મોત થઈ જાય છે. એટલે તેની સારવાર માટે ઉપયોગ કરવામાં આવતી પ્રક્રિયા શરીરને ખૂબ જ કમજોર બનાવી દે છે. બીજી બાજુ પિસ્તામાં કેમો પ્રિવેન્ટિવ તત્વો રહેલા છે. જે કેન્સરના જોખમને ઘટાડી દેવા માટે ઉપયોગી છે. જેથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે ડાયટમાં પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.

હૃદય સંબધિત બીમારીઓથી પણ બચાવે હાર્ટ સંબંધિત બીમારીઓમાં પણ રાહત મળે છે. આજે ભારતનાં કરોડો લોકો હાર્ટ સાથે સંબંધિત બીમારીથી પીડાય છે તેવા લોકો માટે ડ્રાયફ્રુટ તરીકે પિસ્તાનો ઉપયોગ ફાયદો કરે છે. તેમાં કેમો પ્રોટેકટિવ તત્વો જોવા મળે છે. જે હાર્ટ સાથે સંબંધિત રોગોમાં બચાવી લેવામાં ભૂમિકા અદા કરે છે.

કોલેસ્ટ્રોલનું લેવલ સુધરે તે કોલેસ્ટ્રોલના લેવલને પણ સંતુલિત રાખવામાં મદદ કરે છે. પિસ્તા ના કારણે ન્યુરો પ્રોટેકટિવ તત્વ જોવા મળે છે. તેની બ્રેઇનની કાર્યક્ષમતાને વધારે છે દરરોજ ચાર થી પાંચ પિસ્તાનો ઉપયોગ કરવામાં આવે તો brain function યોગ્ય રીતે કામ કરે છે. એન્ટિ-ઇન્ફ્લેમેટરી ક્રિયાથી ભરપૂર હોવાને કારણે વિસ્તાર શરીરમાં કોઈપણ જગ્યાએ થતા સોજાને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ડાયાબિટીસથી આપશે રાહત ડાયાબિટીસની સ્થિતિમાં પણ પિસ્તા થી ઘણો ફાયદો થાય છે. જે લોકો ડાયાબિટીસથી ગ્રસ્ત છે તેમના માટે પિસ્તા ખૂબ અસરકારક હોય છે.

હાડકાને બનાવે મજબૂત હાડકાને મજબૂત કરવામાં પણ તેની ભૂમિકા રહેલી છે. પિસ્તામાં કેલ્શિયમનું પ્રમાણ રહેલું છે. તમામ પ્રકારના ડ્રાયફ્રુટની વાત કરવામાં આવે ત્યારે પિસ્તાનો ઉલ્લેખ ચોક્કસપણે કરવામાં આવે છે. આધુનિક સમયમાં ડ્રાયફ્રુટની બોલબાલા વધી રહી છે. મોટા પ્રસંગે ભેટ આપવામાં સુકામેવો અપાય છે. જે શરીર માટે તમામ રીતે ઉપયોગી થાય છે. આમ પિસ્તાનો ઉપયોગ દરરોજ કરવાથી અનેક લાભ થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">