ફક્ત મુખવાસ માટે જ નહીં આ કારણો માટે પણ વરિયાળી અચુકથી ખાજો

|

Oct 07, 2020 | 6:15 PM

સામાન્ય રીતે વરિયાળીનો ઉપયોગ આપણે સૌ માઉથ ફ્રેશનર કે મુખવાસ માટે કરીએ છે. કેટલીક વાર તેનો ઉપયોગ રસોઈ માટે પણ થાય છે, પણ વરિયાળીના આ સિવાય પણ ઘણા ફાયદા છે જે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ […]

ફક્ત મુખવાસ માટે જ નહીં આ કારણો માટે પણ વરિયાળી અચુકથી ખાજો

Follow us on

સામાન્ય રીતે વરિયાળીનો ઉપયોગ આપણે સૌ માઉથ ફ્રેશનર કે મુખવાસ માટે કરીએ છે. કેટલીક વાર તેનો ઉપયોગ રસોઈ માટે પણ થાય છે, પણ વરિયાળીના આ સિવાય પણ ઘણા ફાયદા છે જે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વરિયાળીના ફાયદા :
1). પાચન માટે વરિયાળીના ફાયદા :
વરિયાળીનો સૌથી વધુ ઉપયોગ પાચન માટે થાય છે, તેમાં એન્ટીસ્પાસોડિક અને કર્મીનેટિવ ગુણો હોય છે, જે પાચનક્રિયા સંબંધિત સમસ્યાઓ સામે લડવામાં મદદ કરે છે. પેટમાં દુઃખાવો , પેટમાં સોજો અને ગેસ જેવી સમસ્યાથી છુટકારો અપાવે છે.

2). આંખની નાની મોટી સમસ્યાઓ સામે પણ છુટકારો આપવામાં મદદરૂપ થાય છે. જો તમારી આંખોમા બળતરા કે ખંજવાળ આવતી હોય તો વરિયાળીની વરાળ આંખો પર લેવાથી રાહત થાય છે. અથવા વરિયાળીને હલકી ગરમ કરીને એક કપડામાં લપેટીને પણ તેનો સેક આંખ પર લઇ શકાય છે.

3). ફાઇબરથી ભરપૂર વરિયાળી વજન નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઇ શકે છે. કોરિયામાં થયેલા એક સંશોધન મુજબ વરિયાળીથી બનેલી ચા પીવાથી તમે વજન પર કાબુ રાખી શકો છો.

4). એક ઇજીપ્ટિશ્યન શોધ પ્રમાણે વરિયાળીથી તમે શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો. વરિયાળીમાં જોવા મળતા પાઇથૉન્યુટ્રીએંટ્સ અસ્થમા માટે પણ ફાયદાકારક છે. ફાઈબર હોવાથી તેના સેવનથી કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રહે છે.

5). મોંઢાની દુર્ગંધ દૂર કરવા અને ફ્રેશ શ્વાસ માટે પણ લોકો વરિયાળીનું સેવન કરે છે, તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોવાથી કફ જેવી નાની બીમારીઓને પણ તે તુરંત દૂર કરે છે.

6). વરિયાળીના અનેક ગુણોમાંથી એક ગુણ એ પણ છે કે તે ખાધા બાદ તમને સારી ઊંઘ આવી શકે છે, વરિયાળીમાં મેગ્નેશિયમ આવેલું છે, જે સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

7). વરિયાળીમાં ત્વચાના રક્ષણ કરવાનો પણ એક ગુણ સામેલ છે, તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી એલર્જિક ગુણો હોવાના કારણે આ ફાયદો પણ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 1:48 pm, Wed, 23 September 20

Next Article