સૂકી ખાંસી નથી મટી રહી ? અપનાવો આ નુસખા

સૂકી ખાંસી નથી મટી રહી ? અપનાવો આ નુસખા
Cough (File Image)

બદલાતા મોસમની સાથે શરદી ખાંસીની સમસ્યા સામાન્ય થઈ જાય છે. કેટલાક લોકો આ સમસ્યા પર વધારે ધ્યાન નથી આપતા. પણ ખાંસીને વધારે દિવસો સુધી નજરઅંદાજ કરવું પણ યોગ્ય નથી. સૂકી ખાંસીમાં કફ બહુ ઓછો નીકળે છે. પણ લાંબો સમય રહેવાથી તેના કારણે છાતીમાં બળતરા અને ગળામાં ખરાશ થઈ જાય છે. જો કોઈને 3 અઠવાડિયા કરતા […]

Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Oct 09, 2020 | 3:35 PM

બદલાતા મોસમની સાથે શરદી ખાંસીની સમસ્યા સામાન્ય થઈ જાય છે. કેટલાક લોકો આ સમસ્યા પર વધારે ધ્યાન નથી આપતા. પણ ખાંસીને વધારે દિવસો સુધી નજરઅંદાજ કરવું પણ યોગ્ય નથી. સૂકી ખાંસીમાં કફ બહુ ઓછો નીકળે છે. પણ લાંબો સમય રહેવાથી તેના કારણે છાતીમાં બળતરા અને ગળામાં ખરાશ થઈ જાય છે. જો કોઈને 3 અઠવાડિયા કરતા વધારે ખાંસી થઈ જાય તો તેણે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

 

સૂકી ખાંસી દૂર કરવાના ઘરેલુ ઉપચાર :

1). તુલસીના થોડા પાનને પાણીમાં ઉકાળી લો. રાત્રે સૂતા પહેલા આ પાણી પી લો. તમે ઇચ્છો તો તુલસીની ચા બનાવીને પણ પી શકો છો.

2). એક ચમચી મધમાં આદુ મિક્ષ કરીને તેનું સેવન કરો. તેનાથી રાહત મળશે.

3). સૂકી ખાંસીને દૂર કરવા આદુ ઉત્તમ છે. શરદી ખાંસી દૂર કરવા તમે આદુવાળી ચા તો પીતા જ હશો પણ આદુના નાના નાના ટુકડા કરીને પાણીમાં ઉકાળી લેવા. આ પાણીને થોડું થોડું કરીને પીઓ. તેનાથી શ્રેષ્ઠ સીરપ કોઈ નથી.

સૂકી ખાંસીમાં કફ નથી નીકળતો પણ તેનાથી છાતીમાં બળતરા બહુ થાય છે. લાંબા સમય સુધી તે રહે તે યોગ્ય પણ નથી. તેનાથી બીજી બીમારીઓ થઈ શકે છે. માટે તુરંત ડોકટરનો સંપર્ક કરી લેવો.


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati