શું તમને હજી પણ તમારા વધતા વજનનું કારણ નથી ખબર ?

કેટલાક લોકો એ મૂંઝવણમાં રહેતા હોય છે કે ખોરાક તો તેઓ વધારે લેતા નથી છતાં તેમનું વજન વધારવા પાછળના કારણો તેઓ શોધી શકતા નથી. જોકે એક સર્વેમાં તેનો પણ તાગ મેળવી લેવામાં આવ્યો છે. જેમાં એવું બહાર આવ્યું છે કે જે લોકોનું ખાતી વખતે બીજે ધ્યાન હોય છે તેઓ 50 ટકા વધારે કેલરી લઈ લે […]

શું તમને હજી પણ તમારા વધતા વજનનું કારણ નથી ખબર ?
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:21 PM

કેટલાક લોકો એ મૂંઝવણમાં રહેતા હોય છે કે ખોરાક તો તેઓ વધારે લેતા નથી છતાં તેમનું વજન વધારવા પાછળના કારણો તેઓ શોધી શકતા નથી. જોકે એક સર્વેમાં તેનો પણ તાગ મેળવી લેવામાં આવ્યો છે. જેમાં એવું બહાર આવ્યું છે કે જે લોકોનું ખાતી વખતે બીજે ધ્યાન હોય છે તેઓ 50 ટકા વધારે કેલરી લઈ લે છે જેની તેમને ખબર પણ નથી પડતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). સુતા પહેલા જે લોકોને ખાવાનું ખાવાની ઈચ્છા થાય એ મોટા ભાગે ભૂખના લીધે નહિ પણ ચિંતા કે ટેવના કારણે હોય છે. એટલે તેઓ કંઈ ગળ્યું ખાઈ લેતા હોય છે. અને એટલા માટે તેમનું વજન એક મહિનામાં 800 ગ્રામ જેટલું વધી શકે છે.

2). આપણામાંથી મોટાભાગના લોકોને ખાતી વખતે ટીવી જોવાની આદત હોય છે. પણ સર્વેમાં બહાર આવ્યું છે કે ખાતી વખતે ટીવી જોવાથી, ફોન પર વાત કરવાથી કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે ધ્યાન ખાવા પર ઓછું રહે છે. જેના કારણે ક્યારેક વધારે ખવાઈ જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

3). મોડી રાત્રે ઊંઘવાથી કે અપૂરતી ઊંઘ લેવાથી ખાધેલી વસ્તુઓ પ્રત્યે સંવેદનશીલતા ઓછી થઈ જાય છે. જેથી હોર્મોન્સમાં અસંતુલન ઉભું થાય છે અને ખાવામાં સંતોષ રહેતો નથી.

4). વધારે પડતો મીઠુંનો ઉપયોગ કરવાથી શરીરમાં તરલ પદાર્થનો અટકાવ વધી જાય છે. અને બ્લડપ્રેશરની સમસ્યા ઉભી થાય છે. એટલે મીઠુંની જગ્યાએ અન્ય મસાલાઓનો ઉપયોગ કરવો જોઈએ.

5). છ કલાકથી વધારે બે અઠવાડિયા સુધી સતત બેસી રહેવાથી શરીરમાં કોલેસ્ટોરેલ અને ચરબી વધે છે. તેના માટે ચાલવું પણ જરૂરી છે. જો 1 કિલોમીટર પણ ન ચાલો તો એક મહિનામાં 600 ગ્રામ વજન વધી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati