તમારા રૂટિનમાં સામેલ કરો Detox Water, જાણો શું છે તેના ફાયદા

ડીટોક્સ વોટર (Detox Water) ઘણી સમસ્યાને ઓછી કરે છે. ડીટોક્સ વોટર (Detox Water) આપણા શરીરને હાઈડ્રેટ તો કરે છે આ સાથે જ શરીરમાં વધતા ટોક્સીનને પણ ઓછું કરવામાં મદદ કરે છે. ડીટોક્સની પ્રક્રિયા જેવી શરીરની અંદર શરૂ થાય છે. તેના પ્રભાવ શરીરના ઘણા અંગ પર નજરે ચડે છે.

તમારા રૂટિનમાં સામેલ કરો Detox Water, જાણો શું છે તેના ફાયદા
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Mar 10, 2021 | 2:25 PM

આજની ભાગદોડ ભરી જિંદગીમાં પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ છે. ડીટોક્સ વોટર (Detox Water) ઘણી સમસ્યાને ઓછી કરે છે. ડીટોક્સ વોટર (Detox Water) આપણા શરીરને હાઈડ્રેટ તો કરે છે આ સાથે જ શરીરમાં વધતા ટોક્સીનને પણ ઓછું કરવામાં મદદ કરે છે. ડીટોક્સની પ્રક્રિયા જેવી શરીરની અંદર શરૂ થાય છે. તેના પ્રભાવ શરીરના ઘણા અંગ પર નજરે ચડે છે.

ડિટોક્સ પાણી એ આપણા શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવા માટે ફળો, લીલા શાકભાજી અને અનેક પ્રકારની ઔષધિમાંથી બનાવેલ એક ખાસ પીણું છે. તેને ફ્રૂટ ફ્લેવર્ડ વોટર પણ કહી શકાય. જ્યુસની તુલનામાં તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું છે. તે કિડની અને લીવરને સાફ કરવામાં અને આરોગ્ય જાળવવામાં મદદગાર છે.

ઘર પર રહીને આ રીતે બનાવો ડીટોક્સ વોટર તમે તેને સરળતાથી તમારા ઘરે બનાવી શકો છો. આ માટે, તાજા ફળો, શાકભાજી અને ઔષધિઓ સાથે માત્ર પીવાનું પાણી જરૂરી છે. ચાલો આપણે જાણીએ કે આપણે કેવી રીતે વિવિધ સ્વાદોના ડિટોક્સ વોટર બનાવી શકીએ છીએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એપલ ડીટોક્સ વોટર સફરજનક ટુકડાઓ અને તજના ટુકડાને અડધો લિટર પાણીમાં મિક્સ કરો અને સ્વાદ માટે તેમાં લીંબુના રસના થોડા ટીપા નાખીને 4 કલાક ફ્રિજમાં રાખો. તેનો ઉપયોગ સવારે ખાલી પેટ પર કરો. વારંવાર સેવનથી ઘણી બીમારીઓ દૂર થાય છે. સફરજનને ડિટોક્સ વોટર બનાવીને તેનું સેવન કરવાથી કિડનીની ગંદકી પણ સાફ થાય છે અને કિડનીની કામગીરી પણ અકબંધ રહે છે.

કાકડી ડીટોક્સ વોટર કાકડીના ટુકડા કાપીને તેને અડધા લિટર ઠંડા અથવા સામાન્ય તાપમાનના પાણીમાં રેડવું. તમારા સ્વાદ મુજબ સંચળ, લીંબુના ટુકડા અથવા લીંબુનો રસ ઉમેરો અને તેને 4 કલાક ફ્રિજમાં રાખો. 4 કલાક પછી તેને બહાર કાઢો. તમે દરરોજ સવારે ખાલી પેટ પર તેનું સેવન કરી શકો છો. માત્ર આ જ નહીં, તમે તેને દિવસભર પી પણ શકો છો. તમે તેમાં ફુદીનાના 6-7 પાંદડાઓ ઉમેરીને તેનો સ્વાદ વધારી શકો છો.

ઓરેન્જ ડીટોક્સ વોટર

નારંગીના ટુકડા નાના ટુકડા કરો અને આદુનો નાનો ટુકડો ગાર્નિશ કરીને નારંગીના ટુકડા સાથે અડધો લિટર પાણીમાં નાખો. સ્વાદ માટે તમે તેમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરી શકો છો. ફ્રિજમાં 3 થી 4 કલાક રાખો અને રોજ તેનું સેવન કરો. આ વજન ઘટાડશે અને ત્વચાને સારી બનાવશે.

આ રીતે પણ બનાવી શકો છો ડીટોક્સ વોટર આ સિવાય તમે કાકડી-ફુદીનો, લીંબુ આદુ, બ્લેક બેરી નારંગી, તરબૂચ મિન્ટ, દ્રાક્ષ રોઝમેરી, નારંગી લીંબુના ડિટોક્સ પાણી પણ પી શકો છો. સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેમાં આ તમારા માટે સારું સાબિત થશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

g clip-path="url(#clip0_868_265)">