Born baby Tips: નવજાત બાળકોની ઈમ્યુનિટી કેવી રીતે વધારશો? જાણો ઉપાય

|

May 15, 2021 | 6:07 PM

જ્યારે બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર થાય છે, ત્યારે તેને શરદી ખાંસી તાવ અને વાઇરલ ઈન્ફેક્શન થાય છે તો આવો તમને જણાવીએ કે બાળકોની ઈમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત બનાવવી?

Born baby Tips: નવજાત બાળકોની ઈમ્યુનિટી કેવી રીતે વધારશો? જાણો ઉપાય

Follow us on

Born baby Tips: જ્યારે બાળકોની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર થાય છે, ત્યારે તેને શરદી ખાંસી તાવ અને વાઇરલ ઈન્ફેક્શન થાય છે તો આવો તમને જણાવીએ કે બાળકોની ઈમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત બનાવવી? કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે તેવામાં યુવાનો અને વૃદ્ધોની સાથે બાળકો પણ પ્રભાવિત થયા છે.

 

કોરોના વાઈરસને એ જ વ્યક્તિને હરાવી શકે છે જેની રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હશે. એવામાં જરૂરી છે કે કોરોના વાઈરસ તેમજ અન્ય બીમારીઓથી લડવામાં માટે નવજાત બાળકની ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં આવે. બાળકની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તો તેવામાં બાળકોને કોરોના વાઈરસ થવાનો ખતરો વધી જાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આવો તમને જણાવીએ કે બાળકોની ઈમ્યુન સિસ્ટમને કેવી રીતે મજબૂત બનાવવી?

માઈક્રોન્યુટ્રિયન્ટ:

બાળકોની ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવવા માટે માઈક્રોન્યુટ્રિયન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. માતાનું દૂધ બાળક માટે સૌથી મહત્વનું માનવામાં આવે છે. એવા ખાદ્ય પદાર્થો જે વિટામિન સીથી ભરપૂર હોય છે, જેમકે આમળા, સંતરા, લીંબુ તે પણ તમારી ઈમ્યુનિટીને વધારવામાં મદદ કરે છે. માતાના દૂધની ગુણવત્તા વધારવા માટે વિટામિન બીથી ભરપૂર ખાદ્ય ખોરાક ખાવાનું પસંદ કરો. સાથે જ વિટામિન ઈથી ભરેલા ખાદ્ય પદાર્થો પણ ખાઓ.

 

બાળકોને થોડા સમય કુમળા તડકામાં બેસાડો:

નવજાત બાળકોને થોડા સમય માટે સવારના તડકામાં બેસવું જરૂરી છે. નવજાત બાળકને દરરોજ થોડી વાર માટે તડકામાં બેસાડવું. તેમાંથી બાળકને વિટામિન-ડી મળે છે. જે બાળકની ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવાની સાથે તેને શરદી-ખાંસી અને તાવ જેવી બીમારીથી દુર રાખે છે.

 

બાળકોની માલિશ કરો. બાળકોની હળવા તડકામાં બેસાડીને તેને હળવા હાથેથી તેલ વડે માલિશ કરો. તેનાથી બાળકનાં હાડકાં અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. બાળકોની માલિશ કરવાથી તેમની શરીરની કોશિકાઓ પણ સારી રીતે કામ કરે છે, જેને કારણે તેમને સારી ઊંઘ પણ મળે છે.

 

આ પણ વાંચો: કોરોના વેક્સિન : જાણો અન્ય કોરોના રસીથી કેવી રીતે અલગ છે રશિયાની રસી Sputnik V

Next Article