જાણો એવી 8 વસ્તુઓ વિશે, જેને રાતભર પલાળી રાખી બીજા દિવસે ખાવાથી મળશે ભરપૂર ફાયદા

એવા ઘણા ખોરાક છે જેને એક આખી રાત પલાળીને રાખ્યા બાદ બીજે દિવસે ખાવું અપેક્ષા કરતા વધારે ફાયદો કરાવે છે, કારણકે અંકુરિત થયા પછી તેની ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. સાથે જ તે આસાનીથી પચી જાય છે. જે આરોગ્ય માટે ખૂબ સારું છે.અમે તમને બતાવીશું કેવી કઈ 8 વસ્તુઓ છે જેને રાત સુધી પલાળીને ખાવાથી […]

જાણો એવી 8 વસ્તુઓ વિશે, જેને રાતભર પલાળી રાખી બીજા દિવસે ખાવાથી મળશે ભરપૂર ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 10:41 AM

એવા ઘણા ખોરાક છે જેને એક આખી રાત પલાળીને રાખ્યા બાદ બીજે દિવસે ખાવું અપેક્ષા કરતા વધારે ફાયદો કરાવે છે, કારણકે અંકુરિત થયા પછી તેની ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. સાથે જ તે આસાનીથી પચી જાય છે. જે આરોગ્ય માટે ખૂબ સારું છે.અમે તમને બતાવીશું કેવી કઈ 8 વસ્તુઓ છે જેને રાત સુધી પલાળીને ખાવાથી ઇમ્યૂનિટીને મજબૂત કરવામાં મદદ મળશે.

મેથીદાણા તેમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.જે કબજિયાતને દૂર કરીને આંતરડાને સાફ રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસના રોગીઓ માટે મેથી દાણા ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ તેના સેવનથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થનારા દર્દ માટે પણ ફાયદો મળે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ખસખસ તે ફોલેટ, થિયામાઇન અને પેન્ટોથેનીક એસીડ નો સારો સોર્સ છે. તેમાં રહેલ વિટામિન બી મેટાબોલિઝમને વધારે છે, જેથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે .

અળસી અળસી એટલે કે ફ્લેક્સ સિડઝ ઓમેગા-૩ ફેટી એસિડ નું એક માત્ર શાકાહારી સોર્સ છે. અળસીના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર થાય છે અને આપણું હૃદય હેલ્ધી રહે છે.

મગ તેમાં પ્રોટીન, ફાઇબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી કબજિયાત દૂર કરવામાં મદદ મળે છે. તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રા હોવાને કારણે ડોક્ટર હાઈ બીપીના દર્દીઓને તેને રેગ્યુલર ખાવાની સલાહ આપે છે.

કાળા ચણા તેમાં ફાઇબર્સ અને પ્રોટીનની પર્યાપ્ત માત્રા હોય છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે.

બદામ તેમાં મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બીપીના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. ઘણા અભ્યાસમાં જોવા મળ્યું છે કે નિયમિત રૂપથી પલાળેલી બદામ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરી શકાય છે.

કિસમિસ કિસમિસમાં આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. પલાળેલી કિસમિસને નિયમિત રૂપથી ખાવાથી સ્કિન હેલ્ધી અને ચમકદાર બને છે. સાથે જ શરીરમાં આયર્નની કમી પણ દૂર થાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ અત્યંત ગુણકારી બદામ અને બદામ તેલના આ 15 ફાયદા જરૂર વાંચો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">