સુરતમાં ઓનલાઈન શિક્ષણનો વિરોધ, યુવા કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ઘેરી
સુરતમાં યુવા કોંગ્રેસે ઓનલાઈન શિક્ષણને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર યુવા કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. સુરત યુવા કોંગ્રેસના કાર્યકરો સાદા મોબાઈલ લઈને આવ્યા હતા અને જે ગરીબ પરિવારો સાદા મોબાઈલનો ઉપયોગ કરે છે તે ગરીબ પરિવારોના બાળકો કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવશે તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા. પોસ્ટર્સ અને […]
સુરતમાં યુવા કોંગ્રેસે ઓનલાઈન શિક્ષણને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર યુવા કોંગ્રેસના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો. સુરત યુવા કોંગ્રેસના કાર્યકરો સાદા મોબાઈલ લઈને આવ્યા હતા અને જે ગરીબ પરિવારો સાદા મોબાઈલનો ઉપયોગ કરે છે તે ગરીબ પરિવારોના બાળકો કેવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવશે તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા. પોસ્ટર્સ અને બેનર્સ સાથે પણ તેમણે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર બેસીને આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદઃ રથયાત્રાને લઈને મોટા સમાચાર, ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમયમાં ફેરફાર કરવાના એંધાણ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો