Bharuch Police ના આ નિર્ણય વિશે સાંભળી પોલીસકર્મીઓ માટે તમે ગર્વની લાગણી અનુભવશો, જાણો વિગતવાર

|

Jul 17, 2021 | 7:16 AM

આજે ભરૂચ SP Rajendrasinh Chudasama એ સરકારને ઇનામ બાબતે વિનંતી કરતા જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને બચાવવા એ પોલીસની ફરજનો ભાગ છે. સરકારે આ કામગીરી માટે પોલીસનું સન્માન કર્યું તે ગર્વની બાબત છે. મારી વિનંતીના આધારે તમામ પોલીસકર્મીઓએ ઈનામની રકમ ખ્ય મંત્રી કોવીડ નિધિમાં જમા કરાવવા સહમતી દર્શાવી છે.

Bharuch Police ના આ નિર્ણય વિશે સાંભળી પોલીસકર્મીઓ માટે તમે ગર્વની લાગણી અનુભવશો, જાણો વિગતવાર
ભરૂચ પોલીસે ઈનામની રકમ કોરોના દર્દીઓના ઈલાજ માટે સરકારને સોંપી

Follow us on

1લી મેની રાતે ભરૂચમાં વેલ્ફેર કોવિડ કેર સેન્ટર(WELFARE COVID HOSPITAL)માં અચાનક ફાટી નીકળેલી આગમાં ગુંગળાઈ રહેલા દર્દીઓને જીવન જોખમે બચાવનાર ભરૂચ પોલીસ(Bharuch Police)ના જવાનોને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસકર્મીઓને સાહસને બિરદાવતા આ જાહેરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Pradipsinh Jadeja)એ કરી હતી. જોકે ભરૂચ પોલીસે માનવતાવાદી પગલું ભરતા ઈનામની રકમ કોરોના દર્દીઓની સારવાર માટે મુખ્ય મંત્રી કોવીડ નિધિમાં જમા કરાવવા સરકારને વિનંતી કરી પ્રશંસા મેળવી છે

ભરૂચની વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા દર્દીઓ અને સ્ટાફ આગની જવાળાઓમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ટુકડીઓ રવાના થઇ હતી. આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ગણતરીની પળોમાં ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે  જોયું કે દર્દીઓ ધુમાડા અને આગની લપટોમાં ફસાઈ ગયા છે .પોતાના જીવની પરવાહ કાર્ય વગર પોલીસકર્મીઓએ હોસ્પિટલના કાચ ફોડી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ વચ્ચેથી 25 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કર્યું હતું. કમનસીબે ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા હતા આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સંનિષ્ઠ કામગીરી કરનાર 100 થી વધુ ભરૂચ પોલીસકર્મીઓ અને અધિકારીઓને રૂપિયા પાંચ લાખનું ઇનામ જાહેર કર્યું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સરકારે આ ભરૂચ પોલીસ ની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ ઇનામની જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા માટે જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી.

આજે ભરૂચ SP Rajendrasinh Chudasama એ સરકારને ઇનામ બાબતે વિનંતી કરતા જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને બચાવવા એ પોલીસની ફરજનો ભાગ છે. સરકારે આ કામગીરી માટે પોલીસનું સન્માન કર્યું તે ગર્વની બાબત છે. મારી વિનંતીના આધારે તમામ પોલીસકર્મીઓએ ઈનામની રકમ મુખ્યમંત્રી કોવીડ નિધિમાં જમા કરાવવા સહમતી દર્શાવી છે.

Published On - 6:54 am, Sat, 17 July 21

Next Article