
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા પશુ કલ્યાણને સમર્પિત “વનતારા” પ્રોજેક્ટના શુભારંભની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ન માત્ર ભારતના પરંતુ વિદેશના પણ ઘાયલ તેમજ લુપ્તપ્રાય પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ તેમજ પુનર્વસનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના જામનગરમાં રિલાયન્સના રિફાઈનરી કોમ્પલેક્સમાં ગ્રીન બેલ્ટ અંતર્ગત 3 હજાર એકર વિસ્તારમાં આ “વનતારા” એટલે કે “જંગલના સિતારા” પ્રોજેક્ટ ફેલાયેલો છે.
વર્ષ 2010માં અહીં હાથીઓ માટે જ્યારે વર્ષ 2020માં અન્ય પ્રાણીઓના બચાવ માટે ગ્રીન ઝુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલેશન સેન્ટરની સ્થાપના થઈ હતી. જેના દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોમાં 200 જેટલાં હાથીઓ ચિત્તાઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવવામાં આવ્યા છે.
વનતારામાં 14000 ચોરસ ફૂટથી વધુનું એક ખાસ રસોડું બનાવામાં આવ્યુ છે. જે દરેક હાથી માટે તેમના મૌખિક સ્વાસ્થ્ય સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ક્યુરેટેડ આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે.આ કેન્દ્ર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ લાગુ કરે છે. ગરમ તેલની માલિશથી લઈને મુલતાની માટી સુધીની આયુર્વેદ ચિકિત્સકો પણ હાથીઓની સંભાળ માટે ચોવીસ કલાક કામ કરે છે.
વનતારાના આ રસોડામાં દરોજજનું હજારો કિલો જમવાનું બનાવામાં આવે છે. દિવસના 500 કિલો લાડુ બનાવામાં આવે છે. જેમાં રાગી,નારિયેળ સહિતના લાડુ બનાવામાં આવે છે. તેમજ 600 કિલોથી વધારે ખીચડી બનાવામાં આવે છે. આ ઉપરાંત હજારો કિલો શાકભાજી લાવવામાં આવે છે. વનતારામાં વર્લ્ડ એલિફન્ટ ડે ના દિવસે હાથીઓને 56 ભોગ પીરસવામાં આવે છે. તેમજ હાથી માટે યોગ્ય ડાયટ ફોલો કરવામાં આવે છે.
વનતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા, ચિત્તા અને મગર જેવી મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરાઈ છે. વિશેષજ્ઞોની ટીમે મળીને 3 હજાર એકરના વિસ્તારને જંગલ જેવાં જ વાતાવરણમાં બદલી દીધું છે. જેના લીધે અહીં પ્રાણીઓને કુદરતી વાતાવરણનો જ અનુભવ થઈ રહ્યો છે. વનતારા પ્રોજેક્ટની જાહેરાત રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડ ઑફ ડિરેક્ટર્સઅનંત અંબાણીએ કરી હતી. તેમના જણાવ્યા મુજબ આ કોઈ પ્રાણી સંગ્રહાલય નહીં પરંતુ પ્રાણીઓ માટેનું “સેવાલય” છે.
Published On - 12:13 pm, Sat, 2 March 24