AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Environment Day: વડોદરાની એક એવી કંપની જ્યાં દરરોજ ઉજવાય છે પર્યાવરણ દિવસ, કર્મચારીઓને જન્મદિવસે અપાય છે બે વૃક્ષની ભેટ

World Environment Day: સમગ્ર વિશ્વમાં 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ વડોદરામાં એક એવી પર્યાવરણ પ્રેમી કંપની છે, જે વર્ષના 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે.

World Environment Day: વડોદરાની એક એવી કંપની જ્યાં દરરોજ ઉજવાય છે પર્યાવરણ દિવસ, કર્મચારીઓને જન્મદિવસે અપાય છે બે વૃક્ષની ભેટ
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 05, 2021 | 7:24 PM
Share

World Environment Day: સમગ્ર વિશ્વમાં 5 જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ વડોદરામાં એક એવી પર્યાવરણ પ્રેમી કંપની છે, જે વર્ષના 365 દિવસ પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે. જે કંપનીના કર્મચારીઓ રોજેરોજ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કંપનીમાં નોકરી કરતા જે કર્મચારીનો જન્મદિવસ હોય તે કર્મચારી એક વૃક્ષ (Tree) કંપનીના કમ્પાઉન્ડમાં(Ground)  અને બીજુ વૃક્ષ પોતાના ઘર આંગણે લગાવીને પોતાનો જન્મદિવસ(Birthday) ઉજવવાની સાથે પર્યાવરણ દિવસને પણ મનાવી રહ્યા છે.

કર્મચારીઓ કરી રહ્યા છે પર્યાવરણનું જતન

“ઈન્ડો એમાઈન્સ કંપનીના ડાયરેક્ટર્સ” દ્વારા કંપનીના 850 જેટલા કર્મચારીઓને પર્યાવરણના જતન(Protrction of the environment) માટે સીધા જોડવામાં આવ્યા છે. આ કંપનીના કર્મચારીઓ પોતાનો જન્મદિવસ કંઈક અનોખી રીતે ઉજવે છે.  કર્મચારીઓ પરિવાર સાથે તો જન્મદિવસ ઉજવે જ છે, પરંતુ આ દિવસે ખાસ કંપનીમાં આવે છે અને બે વૃક્ષો રોપીને પર્યાવરણ સાથે પોતાનો જન્મદિવસ મનાવે છે.

આ અનોખી પહેલમાં કંપનીના તમામ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહે છે. ઉપરાંત બે વૃક્ષના વાવેતર બાદ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કર્મચારીને જન્મદિવસની શુભેચ્છા આપે છે.

પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા કંપનીના ડાયરેક્ટર્સની પહેલ

પર્યાવરણને પ્રદૂષણથી(Pollution) બચાવવા કંપનીના ડાયરેક્ટર્સ પહેલ કરી છે. જેમાં વૃક્ષોનું વાવેતર કરવા માટે પોતાની ટુંડાવ અને મહારાષ્ટ્રમાં આવેલી કંપનીના 850 જેટલા કર્મચારીને અભિયાનમાં (Campaign) જોડીને દરરોજ પર્યાવરણ દિવસ મનાવી રહ્યા છે.

કંપની દ્વારા જે કર્મચારીનો જન્મદિવસ હોય એ દિવસે તેમને બે વૃક્ષ ભેટ આપવામાં આવે છે અને અનોખી રીતે કર્મચારીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.  બે વૃક્ષની ભેટમાંથી એક વૃક્ષ કર્મચારી કંપનીના ગ્રાઉન્ડમાં લગાવે છે અને બીજું વૃક્ષ પોતાના ઘરઆંગણે લગાવે છે.

કંપનીના ડાયરેક્ટર્સનું કહેવું છે કે, હાલ દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે પર્યાવરણ દિવસની ઉજવણી ન થઈ હોવાથી વ્યક્તિગત પર્યાવરણ પ્રેમીઓને(Environment Lover) 11 હજાર જેટલા વિવિધ વૃક્ષો વિનામૂલ્યે (free of Cost) ભેટ આપવામાં આવશે.

કોરોનાની મહામારીમાં હાલ ઓક્સિજનની (Oxygen) અછતને પગલે વૃક્ષોની કિંમત લોકોને સારી રીતે સમજાઈ હશે. એટલે પર્યાવરણ દિવસ માત્ર એક દિવસ નહીં, પરંતુ દરરોજ ઉજવવાની જરૂર છે. જેથી વધારે વૃક્ષો વાવીને ઓક્સિજનની અછતને પૂર્ણ કરી શકાય.

આ પણ વાંચો: Ahmedabad : સોમવારથી શહેરમાં AMTS અને BRTS બસો ફરી દોડશે, AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">