અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતા મંદિર, પાટીદારોએ ખોલ્યો ખજાનો, માત્ર 3 કલાકમાં એકઠા કરી નાખ્યા 150 કરોડ, 4 માર્ચે PM મોદી શિલાન્યાસ : જુઓ VIDEO

અમદાવાદમાં બનશે વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતા મંદિર, પાટીદારોએ ખોલ્યો ખજાનો, માત્ર 3 કલાકમાં એકઠા કરી નાખ્યા 150 કરોડ, 4 માર્ચે PM મોદી શિલાન્યાસ : જુઓ VIDEO

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા STATUE OF UNITY બનાવ્યા બાદ ગુજરાત વધુ એક વર્લ્ડ રેકૉર્ડ નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં આકાર લેવાનું છે વિશ્વની સૌથી મોટું ઉમિયા માતા મંદિર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 માર્ચે જાસપુર ખાતે આકાર લેનાર ઉમિયા માતા મંદિરનું શિલાન્યાસ કરશે. આ પ્રસંગે 15 દેશોના પ્રતિનિધિઓ સહિત 10 લાખ લોકોનો જનસૈલાબ ઉમટશે. […]

TV9 Web Desk

|

Feb 07, 2019 | 6:52 AM

દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા STATUE OF UNITY બનાવ્યા બાદ ગુજરાત વધુ એક વર્લ્ડ રેકૉર્ડ નોંધાવવાની તૈયારી કરી રહ્યું છે.

અમદાવાદમાં આકાર લેવાનું છે વિશ્વની સૌથી મોટું ઉમિયા માતા મંદિર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 માર્ચે જાસપુર ખાતે આકાર લેનાર ઉમિયા માતા મંદિરનું શિલાન્યાસ કરશે. આ પ્રસંગે 15 દેશોના પ્રતિનિધિઓ સહિત 10 લાખ લોકોનો જનસૈલાબ ઉમટશે.

વિશ્વ ઉમિયા ફાઉંડેશન (VUF)ના જણાવ્યા મુજબ ભૂમિ પૂજનના દિવસે 5555 પાટલા સાથે એક સાથે દેશ-વિદેશના લોકો પૂજન કરશે. આ મંદિર પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવશે.

ગત રવિવારે અમદાવાદમાં આ મંદિર બનાવવા માટે વીયૂએફે બોલાવેલી બેઠકમાં પાટીદાર સમાજના લોકોએ માત્ર 3 કલાકમાં 150 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરી લીધું. 40 એકરમાં બનનાર મંદિર અને કૉમ્યુનિટી કૉમ્પ્લેક્સ માટે દાન આપવાની વાત થતા જ પાટીદારોએ ઉમળકાભેર ખજાનો ખોલી દીધો.

ઉમિયા માતાનું આ વૈશ્વિક કક્ષાનું મંદિર પાંચ વર્ષમાં તૈયાર થશે કે જેમાં સામાજિક સમરસતા મજબૂત કરવાની સાથે વ્યસન મુક્તિ અને બેટી બચાવો અભિયાન હેઠળ વિવિધ કાર્યો થશે. આ ઉપરાંત 5 વર્ષમાં 1 હજાર કરોડનો આ પ્રોજેક્ટ પૂર્ણ કરાશે અને 2 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટો 10 વર્ષમાં પૂર્ણ કરશે.

મંદિરના ટ્રસ્ટી ડી એમ ગોલ, સંયોજક આર પી પટેલ અને મુખ્ય સંયોજક સી કે પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ખાતે 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉમિયા માતા મંદિર તરીકે આખું એમ્પાવરમેંટ હબ બનાવવામાં આવશે કે જેમાં સ્કિલ ડેવલપમેંચટ યુનિવર્સિટી, રોજગારલક્ષી તાલીમ કેન્દ્ર, વર્કિંગ વુમન સહિત વિવિધ છાત્રાલયો, આરોગ્ય કેન્દ્ર, સ્પોર્ટ્સ ક્લબ, એનઆરઆઈ ભવન, સંગઠન ભવન, અદ્યતન સીનિયર સિટિઝન ભવન, કન્યા-કુમાર વર્કિંગ વુમન હૉસ્ટલ, હેલ્થ, સ્પોર્ટ્સ્ એંડ કલ્ચર સંકુલ, આરોગ્ય સારવાર કૅર યૂનિટ ભવન, યોગ સંકુલ વગેરેનો સમાવેશ થશે.

જુઓ VIDEO :

Prime Minister Narendra Modi to lay Umiya Dham foundation on March 4

Prime Minister Narendra Modi to lay Umiya Dham foundation on March 4#Gujarat #TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले बुधवार, ६ फेब्रुवारी, २०१९

[yop_poll id=1167]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati