ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના

સરકારી અધિકારીઓ લાંચ લેવા માટે નવા નવા માર્ગ શોધતાં હોય છે પરંતુ તેમને પકડવા માટે લાંચરૂશ્વત વિરોધ બ્યુરો પણ વધુ ચાલાકી વાપરતું રહે છે. તાજેતરમાં સાવરકુંડલાની વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI ચેતનાબેન મોહનભાઈ કણસાગરા શનિવારે એક આરોપી પાસેથી હેરાનગતિ નહીં કરવા બદલ લાંચ સ્વરૂપે એર કન્ડીશનર (AC) સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ […]

ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના
Follow Us:
| Updated on: Feb 10, 2019 | 2:31 PM

સરકારી અધિકારીઓ લાંચ લેવા માટે નવા નવા માર્ગ શોધતાં હોય છે પરંતુ તેમને પકડવા માટે લાંચરૂશ્વત વિરોધ બ્યુરો પણ વધુ ચાલાકી વાપરતું રહે છે. તાજેતરમાં સાવરકુંડલાની વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI ચેતનાબેન મોહનભાઈ કણસાગરા શનિવારે એક આરોપી પાસેથી હેરાનગતિ નહીં કરવા બદલ લાંચ સ્વરૂપે એર કન્ડીશનર (AC) સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો : રાજસ્થાનમાં ગુર્જર થયા લાલઘુમ, કરોડોની સરકારી સંપત્તિને નુકસાન, ગેહલોત સરકાર બની મુક દર્શક

સાવરકુંડલાના વંડા પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલા આઈપીસી કલમ ૩૦૬ મુજબ આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપીની અટકાયત કરતી વખતે રિમાન્ડ નહીં લેવા, મુદ્દામાલ કબજે નહીં લેવા અને બીજી હેરાનગતિ નહીં કરવા માટે તપાસનીશ મહિલા PSI ચેતનાબેન મોહનભાઈ કણસાગરાએ રૂ.75 હજારની લાંચ લીધી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ત્યારબાદ પણ મહિલા PSI ચેતનાબેન કણસાગરાએ આરોપીને વારંવાર ફોન કરીને હજુ પણ આ કેસમાં મદદ કરવા અને ભવિષ્યમાં હેરાન નહીં કરવા માટે વધુ લાંચ સ્વરૂપે એક ACની માંગણી કરી હતી.

 મહિલા PSI ની માંગણીઓથી કંટાળી ગયેલા આરોપીએ આ મામલે રાજકોટ લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરી હતી. જેથી રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ. સી.જે. સુરેજાએ પોતાની ટીમ સાથે શનિવારે સવારે સાવરકુંલામાં ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી પોલીસલાઈનના કવાર્ટર નંબર 12માં રહેતા મહિલા PSI ચેતનાબેન કણસાગરાના ઘરે બે પંચોની હાજરીમાં છટકું ગોઠવીને લાંચ સ્વરૂપે 27 હજારની કિંમતનું એર કન્ડીશનર સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા હતાં. આ સાથે આરોપીના નામના બીલ સાથેનું એર કન્ડિશનર પણ કબજે કર્યું હતું. જેના પગલે લાંચિયા પોલીસ અધિકારીઓ – કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

[yop_poll id=1285]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">