કોરોનાના ભય વચ્ચે ભરૂચ સ્થિત કંબોઇ શિવતીર્થમાં ભક્તોની પાંખી હાજરી

|

Jul 21, 2020 | 12:14 PM

શ્રાવણ માસને શિવ આરાધનાના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કહેરની અસર ભક્તો ઉપર પણ પડી છે. શ્રાવણ માસમાં ભરૂચના કંબોઇ તીર્થક્ષેત્રમાં શિવલિંગના દર્શન માટે ભક્તો લાંબી કતારમાં ઉભા રહે છે તે મંદિરમાં આંગળીના ટેરવે ગણાય તેટલા શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે. કોરોનના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રદ […]

કોરોનાના ભય વચ્ચે ભરૂચ સ્થિત કંબોઇ શિવતીર્થમાં ભક્તોની પાંખી હાજરી

Follow us on

શ્રાવણ માસને શિવ આરાધનાના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કહેરની અસર ભક્તો ઉપર પણ પડી છે. શ્રાવણ માસમાં ભરૂચના કંબોઇ તીર્થક્ષેત્રમાં શિવલિંગના દર્શન માટે ભક્તો લાંબી કતારમાં ઉભા રહે છે તે મંદિરમાં આંગળીના ટેરવે ગણાય તેટલા શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે.

કોરોનના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રદ કરી શિવલિંગના સ્પર્શવિના સોસીયલ ડિસ્ટન્સ સાથે દર્શનની સૂચના જારી કરી છે. મહંત વિદ્યાનંદજીના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરમાં સેનિટાઇઝરના ઉપયોગ અને સોસીયલ ડિસ્ટન્સ ઉપર ભાર આપવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

મંદિરના ટ્રસ્ટી નિલેશ સોનીએ જણાવ્યું હતું કે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે તેવા આ અતિપૌરાણિક શિવાલયમાં અગાઉના વર્ષોમાં શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળતું હતું પરંતુ ચાલુ વર્ષે કોરોનના કહેરના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યા ખુબ ઓછી જોવા મળી છે. મંદિર દ્વારા અન્નક્ષેત્ર સહિતની સુવિધાઓ હાલ પૂરતી સ્થગિત કરાઈ છે અને શ્રદ્ધાળુઓની સલામતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે

શિવ ભક્ત ચિરાગ તાપીયાવાલાના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે બસ અને ટ્રેન સહિતની વ્યવસ્થાઓ ન હોવા સાથે કોરોનાના ભયની અસર મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. તો પ્રખર શિવભક્ત મિનેષ પટેલે જણાવ્યું હતું કે મંદિરમાં સોશીયલ ડિસ્ટન્સ સાથે દર્શન ઉપર ભાર મુકવામાં આવતો હોવાનું તેમને એક સારું પગલું નજરે પડ્યું હતું.

કંબોઇ તીર્થક્ષેત્ર ખંભાતના અખાતના કંબોઇ કિનારે આવેલું છે જ્યાં કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કરવામાં આવ્યો હતો. મંદિરની ખાસ વિશેષતા છે કે મંદિરમાં સમુદ્રની ભરતીના સમયે શિવલિંગ સમુદ્રમાં સમાઈ જાય છે.

Next Article