હિંમત બુલંદ રાખો, જીત તમારી જ થશે: જાણો LRD ઉમેદવારોમાં જુસ્સો ભરતા આ બાળક વિશે, જેનો વિડીયો છવાઈ ગયો છે ચોતરફ
Banaskantha: LRD ની શારીરિક પરીક્ષા માટે યુવાનોને જુનુન અપાવતો એક વિડીયો વાયરલ થયો છે. ચાલો જાણીએ આ વિડીયો બનાવનાર બાળક વિશે.
Banaskantha: કહેવાય છેને કે ક્યારેક નાનુ બાળક પણ મોટી વાત કહી જાતુ હોય છે. આવા જ એક નાનું કદ ઘરાવતા કિશોરે મોટી વાતો કરી. જેના જોમ અને જૂસ્સા સાથેના વિડીયોએ (Viral Video) સોશિયલ મીડિયામાં ધુમ મચાવી છે. હાલમાં રાજ્યમાં પોલીસ ભરતીને (LRD Exam) લઈ લાખો યુવાનો તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેઓને પ્રોત્સાહન આપી અને તેમના જોમ અને જૂસ્સો વધારવાનું કામ આ કિશોર કરી રહ્યો છે. નાના કદનો દેખાતો 13 વર્ષીય નિર્મલ રબારી (Nirmal Rabari) ડીસા તાલુકાના જાબડીયા ગામનો વતની છે.
13 વર્ષની ઉંમર છતાં તેની ઊંચાઇ વધતી નથી. જેના પગલે તેના પરિવારના લોકો ચિંતિત હતા. પરંતુ તલાટી તરીકે નોકરી કરતા તેના મામાએ તેની અંદર પડેલી આંતરિક શક્તિઓને ઓળખી તેના વિડીયો બનાવ્યા. અને જોત જોતામાં જ તેના વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા. ત્યારે અમારી ટીમે પણ આ બાળ કલાકાર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાનુ કદ કાઠી ધરાવતા કિશોરના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નિર્મલ લોકોમાં લોકપ્રિય બન્યો છે. એવામાં તેમને પ્રેરણા આપનાર મામા સહિત પરિવારને તેમના પર ગર્વ થઈ રહ્યો છે. અને નિર્મલ આ જ રીતે આગળ વધે અને જીવનની ઊંચાઈઓ સર કરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
જણાવી દઈએ કે LRD ની પરીક્ષા પણ નજીકમાં છે. ત્યારે આવા સમયે આ યુવાનોનો જુસ્સો વધારવાનું કામ આવા વિડીયો કરી રહ્યા છે. તો 26 નવેમ્બર કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ હતી. 26 નવેમ્બરથી શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.
આ ભરતીમાં 9 લાખ 32 હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થવાની છે. એક ગ્રાઉન્ડ પર એક સાથે દિવસમાં 1200 થી 1500 ઉમેદવારોની પરીક્ષા લેવાશે. તો 3 ડિસેમ્બરથી યોજાનારી શારીરિક પરીક્ષામાં જાન્યુઆરી માસ સુધી ચાલશે.
લોકરક્ષક દળ ભરતીને મામલે 28 સપ્ટેમ્બરના રોજ ADGP હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી LRD ની 10,459 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયામાં 9 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવી હતી.
આ પણ વાંચો: Ahmedabad: બે માસૂમને મળ્યો પરિવાર, પાલડી શિશુ ગૃહમાંથી બે પરિવારે દત્તક લીધી બાળકી, હર્ષના આંસુ છલકાયા
આ પણ વાંચો: હૃદય કંપાવી દે એવો કિસ્સો: કડીમાં કોઈ નવજાત બાળકીને કોથળીમાં બંધ કરી, ખેતરમાં મુકીને જતું રહ્યું