White Fungus : લો! હવે મ્યુકરમાઇકોસીસ બાદ નવુ જોખમ, અમદાવાદમાંથી પહેલીવાર સામે આવ્યો વ્હાઇટ ફંગસનો કેસ

|

May 22, 2021 | 1:31 PM

અમદાવાદમાં પ્રથમવાર વ્હાઇટ ફંગસનો કેસ સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલમા વ્હાઇટ ફંગસના 3 કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાયા છે.

White Fungus : લો! હવે મ્યુકરમાઇકોસીસ બાદ નવુ જોખમ, અમદાવાદમાંથી પહેલીવાર સામે આવ્યો વ્હાઇટ ફંગસનો કેસ
સાંકેતિક તસ્વીર

Follow us on

White Fungus : કોરોનાથી (Corona) રિકવર થયા બાદ થોડા દિવસ પછી વ્યક્તિ અલગ અલગ પ્રકારની ફંગસની (Fungus) બિમારીથી પીડાય છે. ત્યારે આવો જાણીએ કે કેટલા પ્રકારની ફંગસ હોય છે. આપને જણાવી દઇએ માનવ શરીરમાં ત્રણ પ્રકારની ફંગસ હોય છે. એસ્પરજીલોસ, કેન્ડી ફંગસ (કેન્ડીડા આલ્બીકન્સ), મ્યુકર ફંગસ.

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં હાલ મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસ હાહાકાર મચાવી રહ્યો છે, તેવામાં હવે વ્હાઇટ ફંગસ(કેન્ડીડા આલ્બીકન્સ)નુ જોખમ પણ સામે આવ્યું છે. અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં વ્હાઇટ ફંગસના (White Fungus) ત્રણ કેસ સામે આવ્યા છે અને  હવે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

વધી રહેલા મ્યુકોરમાઇકોસીસના (Mucormycosis) કેસના પગલે રાજ્ય સરકારે આ બીમારીને મહામારી જાહેર કરી છે તેવામાં હવે વ્હાઇટ ફંગસના (White Fungus) કેસ સામે આવતા તંત્રની ચિંતા વધી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સાંકેતિક તસ્વીર

અમદાવાદમાં નોંધાયો વ્હાઇટ ફંગસનો કેસ

આપને જણાવી દઇએ કે અમદાવાદમાં પ્રથમવાર વ્હાઇટ ફંગસનો કેસ સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલમા વ્હાઇટ ફંગસના (White Fungus ) 3 કેસ પાછલા એક સપ્તાહમાં નોંધાયા છે. નિષ્ણાત તબીબોના મતે વ્હાઇટ અને બ્લેક ફંગસની (Black Fungus) સારવારમાં વપરાતા ઇન્જેક્શનની અલગ અલગ સાઇડ ઇફેક્ટ જોવા મળતી હોય છે અને આ વ્હાઇટ ફંગસ શરીર અલગ અલગ અવયવને પણ નુકસાન કરે છે.

સોલા સિવિલ હોસ્પિટલના ENT વિભાગના વડા ડો. નીના ભાલોડિયા જણાવે છે કે બ્લેક ફંગસ ઉપરાંત એસપજીલોસીસ અને કેન્ડીડા પ્રકારની પણ ફંગસ હોય છે. કેન્ડીડા ફંગસ સારા સાજા માણસમાં અને ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી હોય છે. પણ હાલ જે કેસ જોવા મળ્યા છે તેમા એસપજીલોસીસ અને કેન્ડીડાના કેસ પણ જોવા મળ્યા છે. દરેક ફંગસના રોગ જોખમી જ હોય છે. પરંતુ તેની અસર કેટલી છે તેના પરથથી તેનું જોખમ નક્કી થાય છે.

મ્યુકોરમાઇકોસીસ આંખ, મગજ અને નાકની અંદર જાય છે એટલે જોખમી છે. તેવી રીતે આ વ્હાઇટ ફંગસ પણ એવું જ છે તે નાકમાં, આંખમાં અને મગજમાં એટલી ઝડપથી ફેલાઈ શકે છે.

ફંગસમાં અપાતી દવા અને ઇન્જેક્શનની આડઅસર 

ડૉ.ભાલોડિયા જણાવે છે કે વ્હાઇટ ફંગસ માટે ઈન્જેકશન કે પછી ટેબ્લેટ ઓરિકેનજોલ એન્ટીફંગલ ટ્રીટમેન્ટ છે, જે દર્દીઓને ઘરે આપી શકાય. મ્યુકોરમાઇકોસીસમાં જે ઈન્જેકશન અપાતા હોય તેની સાઈડ ઇફેક્ટ કિડની પર થતી હોય છે.

વ્હાઇટ ફંગસમાં અપાતી ટેબ્લેટ કે ઈન્જેકશની સાઈડ ઈફેક્ટ લીવર પર થતી હોય છે. જેથી દર ત્રણ દિવસે લીવરના ટેસ્ટ કરાવવા પડતા હોય છે. આ ફંગસથી ચામડીમાં, હાડકાં અને ફેફસામાં તેમજ જે લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા હોય કે કેન્સરની દવા લેતા હોય તે બધાને પ્લમનરી ઇન્ફેકશન થઈ શકે છે.

શરુઆતમાં પકડાય લક્ષણો તો મળી શકે સારુ પરિણામ 

આ સાથે ડૉ. નીના જણાવે છે કે અમારે ત્યાં ઇનિશિયલ સ્ટેજમાં જોવાયા છે. જો ઇનિશિયલ સ્ટેજમાં પકડાઈ જાય તો તેમાં સારું પરિણામ મેળવી શકાય છે.

કોરોનાથી સાજા થયેલ વ્યક્તિએ એ જાણવું હોય કે તે બ્લેક ફંગસ કે વ્હાઇટ ફંગસનો શિકાર થઈ રહ્યો છે, તો વોર્નીગ સાઈન એ જ છે કે જો તમે લાંબો સમય ICU માં રહ્યા હોવ કે તમને ડાયાબીટીસ હોય કે પછી નાકમાંથી સફેદ કે કથ્થઈ ક્લરનું પાણી આવતું હોય, તાળવામાં કાણું પડ્યું હોય કે આંખે બરાબર જોઈ શકાતું ન હોય તો શરુઆતના તબક્કાના લક્ષણો છે.

મહત્વનું છે કે અમદાવાદમાં હાલ આ વ્હાઇટ ફંગસનો કેસ સામે આવ્યો છે અગાઉ પટનામાં વ્હાઇટ ફંગસના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસનું જોખમ વધ્યું છે.

Next Article