Panchak: શું છે પંચક? જાણો પંચકનું મહત્વ અને તેના પ્રકાર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક નક્ષત્રો એવા હોય છે કે તે સમયે કરેલા કોઈ પણ કાર્ય શુભ માનવામાં આવે છે.

Panchak: શું છે પંચક? જાણો પંચકનું મહત્વ અને તેના પ્રકાર
પંચક
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:28 PM

શું છે આ પંચક? હિન્દુ ધર્મમાં મુહૂર્તનું અનેરું મહત્વ છે. ગ્રહો-નક્ષત્રોની ગણતરીના આધારે એ નક્કી કરવાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવા માટે આ યોગ્ય સમય છે કે નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક નક્ષત્રો એવા હોય છે કે, તે સમયે કરેલા કોઈ પણ કાર્ય શુભ માનવામાં આવે છે. અમુક નક્ષત્રો એવા હોય છે કે તેમાં કોઈ પણ કાર્ય કરવા અશુભ હોય છે. ધનિષ્ટા, શતભીષા, પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એવા જ નક્ષત્ર છે. ધનિષ્ટાના આરંભથી લઈને રેવતી નક્ષત્રના અંત સુધીના સમયને પંચક કહેવાય છે. ચાલો વિવધ પ્રકારના પંચક વિષે માહિતી મેળવીએ.

રોગ પંચક:
જે પંચક રવિવારે શરૂ થાય છે તેને રોગ પંચક કહેવાય છે. તેનો એવો પ્રભાવ હોય છે કે વ્યક્તિ પાંચ દિવસ સુધી રોગ અને શારીરિક-માનસિક તકલીફોથી ઘેરાયેલો રહે છે.
આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી.
રાજ પંચક:
જે પંચક સોમવારે શરૂ થાય છે તેને રાજ પંચક કહેવાય છે.આ પંચકને શુભ માનવામાં આવે છે. આ પંચકના પ્રભાવથી વ્યક્તિને સરકારી કામોમાં સફળતા મળે છે. સંપતિથી જોડાયેલા દરેક કામો માટે આ સમય શુભ માનવામાં આવે છે.
અગ્નિ પંચક:
જે પંચક મંગળવારથી શરૂ થાય છે તેને અગ્નિ પંચક કહેવાય છે. આ સમય દરમ્યાન કોર્ટ-કચેરી તેમજ વિવાદ સબંધી કોઇ પણ કાર્યો  કરવામાં આવે છે. આ પંચક અશુભ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ નિર્માણ સબંધી અને ઓજાર કે મશીનરી સબંધી કાર્યો ના કરવા જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે. આ જ નિયમ ગુરુવાર પંચકને પણ લાગુ પડે છે.
મૃત્યુ પંચક:
જે પંચક શુક્રવારે શરૂ થાય છે તેને ચોર પંચક કહેવાય છે. આ પંચકમાં યાત્રા કરવાની મનાઈ હોય છે. આ સમય દરમ્યાન કોઈ પણ પ્રકારની લેણ -દેણ, વેપાર તેમજ કોઈ પણ પ્રકારના સોદા કરવા જોઈએ નહીં.

 

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં