AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 ફુટ ઊંચાઈ ધરાવતા શખ્સો ઘુસી આવતા હોવાની વાતો વહેતી થતા સ્થાનિક 100 થી 150 લોકોનું ટોળું દરરોજ રાત્રે પહેરો ભરે છે. ભરૂચના નર્મદા કાંઠાના લાલબજાર , હાજીપીર કિરમાણી અને જૂની કોર્ટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કાલ્પનિક આતંકે સ્થાનિકો અને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી છે. આ વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 […]

ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!
Ankit Modi
| Edited By: | Updated on: Jun 15, 2019 | 5:47 AM
Share

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 ફુટ ઊંચાઈ ધરાવતા શખ્સો ઘુસી આવતા હોવાની વાતો વહેતી થતા સ્થાનિક 100 થી 150 લોકોનું ટોળું દરરોજ રાત્રે પહેરો ભરે છે. ભરૂચના નર્મદા કાંઠાના લાલબજાર , હાજીપીર કિરમાણી અને જૂની કોર્ટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કાલ્પનિક આતંકે સ્થાનિકો અને પોલીસ તંત્રની ઊંઘ હરામ કરી છે.

આ વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 ફુટ ઊંચાઈ અને કાળા વર્ણના શખ્શો પ્રવેશી લોકોના ઘરના દરવાજા ખખડાવી પથ્થર મારતાં હોવાની વાતો વહેતી થતા સ્થાનિકોએ પહેરો ભરવાનું શરુ કર્યું છે. રાત્રે 12 વાગ્યા પછી 100 થી 150 લોકો અલગ અલગ વિસ્તારમાં હાથમાં ડંડા લઈ પહેરો ભરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સ્થાનિકોને પૂછવામાં આવતા જે વ્યક્તિઓનો આતંક છે તેવા લોકોને નજરે જોયા હોય એવો એક પણ શખ્શ મળી આવ્યો ન હતો. માત્ર વાતો, અફવા અને ગાડરિયા પ્રવાહમાં વહી લોકોએ પહેરા ભરવાનું શરુ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.

સ્થાનિક વિરલ સોલંકીએ કહ્યું કે દરરોજ રાત્રે લોકોને ડરાવવાનો પ્રયત્ન થાય છે. જે શખ્શોના ઘૂસવાની વાત છે તેમને નજરે જોયા હોય એવું કોઈ વ્યક્તિ નથી. પહેરો સાંભળેલી વાતોના આધારે જ ભરાય છે. સ્થાનિક અગ્રણી ધર્મેશ સોલંકીએ જણાવ્યું કે 1 મહિનાથી દહેશત ઉભી થઈ છે, અહીં નદી કિનારેથી 6 થી 7 ફુટ લાંબા લોકો આવે છે તેવી વાતો ચાલે છે. પોલીસ હકીકત બહાર લાવે એ ખૂબ જરૂરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સ્થિતિ એ હદે વણસી છે કે અજાણ્યા શખ્સોનું આ વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. અજાણયા લોકો કાલ્પનિક ઘુસણખોરોના ભ્રમમાં સ્થાનિકોનો મેથીપાક ચાખી ચુક્યા છે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સલામતીનો અહેસાસ કરાવવા પોલીસે પણ મોટી સંખ્યામાં સ્ટાફની ફાળવણી કરી સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરુ કરાવ્યું છે.

આ પણ વાંચો: IRS પછી હવે IAS અને IPS અધિકારીઓ પર પણ થઈ શકે છે કાર્યવાહી, સરકારે 21 અધિકારીઓનું લિસ્ટ કર્યુ તૈયાર

ભરૂચના નાયબ પોલીસ અધિક્ષક ડી. પી. વાઘેલાએ જણાવ્યું કે 5 દિવસથી B ડિવિઝનમાં મોડી રાત્રે અફવા ચાલે છે કે અજાણ્યા શખ્શો પથ્થર મારે છે. ઘરના દરવાજા ખખડાવે છે આ અફવાને કોઈ સમર્થન મળ્યું નથી છતાં પોલીસ ઇન્સ્પેકટર અને 2 જીપ સહિતનો બંદોબસ્ત ગોઠવ્યો છે. કાલ્પનિક વ્યક્તિઓના ભય અને અફવાએ સ્થાનિકોમાં ભય ફેલાવી દીધો છે, ત્યારે દિવસે અને દિવસે જંગલી આગની જેમ ફેલાતા ભયને કેવી રીતે દુર કરવો એ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">