હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની મોટીઆગાહી, રાજ્યમાં આ વિસ્તારોમાં 9 જૂને આંધી વંટોળ સાથે આવશે વરસાદ- Video

|

Jun 08, 2024 | 5:00 PM

રાજ્યમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 17 જૂને ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. અંબાલાની આગાહી અનુસાર આવતીકાલે રવિવારે(9 જૂને) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 12 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમં વરસાદ પડી શકે છે. 17 જુને એક સાથે બે વોલ માર્ક લો પ્રેશરના કારણે ભારે, પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે. 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે રાજ્યમાં પવનની ગતિ તેજ રહેશે અને રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થશે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં લગભગ 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. 9 જુને ગુજરાતના ભાગોમાં હવાનુ દબાણ સર્જાતા આંધી વંટોળનું પ્રમાણ વધશે.

આ પણ વાંચો: “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2032 સુધી રહેશે પ્રધાનમંત્રી”- 2015માં લખાયેલા લાન્સ પ્રાઈઝના આ પુસ્તકમાં કરાઈ છે ભવિષ્યવાણી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video