ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં પાણીનો પોકાર, વનબંધુઓની સ્થિતિ કૂવા પાસે રહીને તરસ્યા જેવી !

|

May 14, 2022 | 9:41 AM

ડાંગ  (Dang )જિલ્લામાં પાણી નો પોકાર  ઉઠી રહ્યો છે. (Water crisis) , ચોમાસામાં ચારેકોર વહેતી નદી અને ધોધ જોવા મળે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં તો  ડાંગના આમસરવળન,વાઘમાળ,લવર્યાના ગ્રામજનોની સ્થિતિ  કૂવા  (water well) પાસે રહીને તરસ્યા જેવી છે.

ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગમાં પાણીનો પોકાર, વનબંધુઓની સ્થિતિ કૂવા પાસે રહીને તરસ્યા જેવી !
ગુજરાતના ચેરાપૂંજી ડાંગમાં પાણીની અછત

Follow us on

ડાંગ  (Dang )જિલ્લામાં પાણી નો પોકાર  ઉઠી રહ્યો છે. (Water crisis) , ચોમાસામાં ચારેકોર વહેતી નદી અને ધોધ જોવા મળે છે પરંતુ હાલની પરિસ્થિતિમાં તો  ડાંગના આમસરવળન,વાઘમાળ,લવર્યાના ગ્રામજનોની સ્થિતિ  કૂવા  (water well) પાસે રહીને તરસ્યા જેવી છે.  ડાંગ (Dang ): ગુજરાત રાજ્યનું ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆતથી જ પીવાના પાણીનો કકળાટ ઉભો થયો છે. ડાંગમાં પીવાના પાણીની સુવિધા અંગે સરકારી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોવા છતાં વન બંધુઓને પાણી માટે ઠેર ઠેર રઝળપાટ કરવી પડે તે વરવી વાસ્તવિકતા છે.

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વઘઇ તાલુકામાં આવેલ આમસરવળન,વાઘમાળ,લવર્યા ગામે પાણી પુરવઠા વિભાગની વાસ્મો જૂથ યોજના અંતર્ગત લાખ્ખો રૂપિયાના ખર્ચે બનેલ “નલ સે જળ” યોજના માત્ર કાગળ પર જ હોવાનું સ્થાનિકો અહેસાસ કરી રહ્યા છે.

ડાંગમાં પાણીનો પોકાર

ડાંગ જિલ્લાના અતિ દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવેલ આમસરવળન અને વાઘમાળ ગામે પીવાના પાણીની સમસ્યા વર્ષોથી ચાલી આવી છે, ગત વિધાનસભા ની પેટા ચૂંટણી વખતે ચૂંટણી પ્રચાર વેળા ડાંગ ધારાસભ્ય વિજય પટેલે ગ્રામજનોને પાણીની સમસ્યા નિવારવા વાયદો કર્યો હતો, પરંતુ ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ધારાસભ્ય એ વાયદો પૂરો કરવાની વાત તો દૂર પણ તેમની સમસ્યા સાંભળવાની પણ તસ્દી લેતા નથી. આથી આ વિસ્તારના ગ્રામજનોમાં ધારાસભ્ય સામે જનાક્રોશ ફેલાઈ જવા પામ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અઠવાડિયામાં માત્ર એક દિવસમાં બે ત્રણ કલાક પૂરતું પાણી વિતરણ કરાય છે,જે અપૂરતું છે. કારણ કે ગ્રામવાસીઓને પાણી ઢોર ઢાંખર અને રોજિંદા ઉપયોગ માટે પણ જોઈતું હોય છે. જેના માટે આટલું પાણી પૂરતું નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ગ્રામજનો વહેલી સવારે કે સૂર્યાસ્ત સમયે પાણી મેળવવા ગામ થી એક કિ.મિ .દૂર જંગલ વિસ્તારમાં કુદરતી ઝરો કે વીરડી માંથી પાણી મેળવવા જંગલ ની પગદંડી પર થી જંગલી પ્રાણીઓના હુમલાનો ભય અને ,સાપ,કે વીંછી દંશ નો ભય સાથે ભયજનક સ્થિતિમાં લાવવું પડે છે.

ડાંગમાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ થાય છે. માટે જ તે રાજ્યનું ચેરાપૂંજી ગણાય છે. ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચ થી વધુ વરસાદ પડે છે. રાજ્ય સરકારે આદિવાસીઓ માટે પીવાના પાણી માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મૂકી છે, પરંતુ તેના યોગ્ય આયોજન કે સુપરવિઝન ના અભાવે યોજનાનું બાળ મરણ થાય છે અથવા કાગળ પર જ યોજના પૂર્ણ કરી દેવતાં સરકારનો હેતુ સિદ્ધ થતો નથી.

તેવા સંજોગોમાં ડાંગ જિલ્લામાં ચૂંટાયેલા નેતાઓ ગ્રામજનોને પડતી પાણીની સમસ્યા નિવારવા પહેલ કરે તે જરૂરી છે.ત્યારે હાલ પીવાના પાણી જેવી મહત્વની યોજનામાં ભ્રષ્ટાચાર થતા તે સદંતર નિષ્ફળ નીવડી હોવાનું અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા પાણીની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કાર સહિત આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે.ત્યારે આમ સરવલન ગામે પાણીની સમસ્યા હલ કરવા નેતાઓ કેટલા કારગત નીવડે છે તે જોવું રહ્યું.

Published On - 9:35 am, Sat, 14 May 22

Next Article