Junagadh: MLA હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર હુમલા બાદ લોકોમાં આક્રોશ, વિસાવદરે પાળ્યું બંધ

વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાય ભાઈ પર થયેલા હુમલાને પગલે હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:24 PM

જૂનાગઢના વિસાવદરમાં ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાય ભાઈ પર થયેલા હુમલાને પગલે હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લઈને વિસાવદર સજ્જડ બંધ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે આ હુમલા બે લોકો ઘાયલ થયા હતા. અને હવે આવી ઘટના ઘટવાના કારણે વિસાવદરના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાય ભાઈ પર થયેલા હુમલાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી જ વિસાવદર બંધ રાખવામાં આવ્યું હતું. આ બંધ સાથે જ ઝડપથી અસામાજિક તત્વોને પકડવાની માગ ઉઠી હતી. આ મામલે પોલીસે આવારા તત્વોને રાઉન્ડપ કર્યા છે. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હુમલાની ઘટના બાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેના બંધના સમર્થનમાં કૉંગ્રેસ ઉપરાંત ભાજપ અને આપ પણ આગળ આવીને જોડાયું હતું.

તમને જણાવી દઈએ કે ધારાસભ્ય હર્ષદ રિબડીયાના પુત્ર અને પિતરાઈ ભાઈ પર ઘાતક હુમલો થયો હતો. આ હુમલામાં તેમનો ભાઈ ઘાયલ થયા છે. તલવારો સહીત હથિયારો સાથે લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો. બાદમાં આ અચોક્કસ મુદ્દત સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.

 

 

આ પણ વાંચો: તાઉ’તે વાવાઝોડાથી અસરગ્રસ્ત દરેકને સરકારી નિયમો અનુસાર વળતર આપવાનો હાઇકોર્ટે આપ્યો આદેશ

આ પણ વાંચો: AHMEDABADમાં મેઘરાજા મન મુકીને વરસ્યા, શહેરના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">