Navsari: વિદ્યાર્થીના હાથમાં પેન-પેન્સિલના બદલે સાવરણો! શાળા શરુ થયાના પહેલા જ દિવસે સાફ કરાવ્યા ટોયલેટ
Navsari: શાળા શરુ થયાના પહેલા જ દિવસે વિવાદ સામે આવ્યો છે. ભણવા આવતા બાળકોના હાથમાં સફાઈના સાધનો પકડાવીને સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડીયો વાયરલ થયો છે.
હજુ તો શાળાઓ શરુ જ થઇ રહી છે અને બાળકો પાસે મજૂરી કરવવાની ઘટનાઓ સાઈ આવવા લાગી છે. નવસારીના (Navsari) જલાલપોર તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં (Primary School) વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ રહી છે. શાળા શરૂ થયાના પ્રથમ દિવસે બાળકો પાસે શાળાના રૂમ, પરિસર અને ટોયલેટની સફાઈ કરાવાઈ હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાના ઉપાસક એવા વિદ્યાર્થીઓ (Students) પાસે મજૂરી કરાવાતી હોવાનો વિડીયો સામે આવ્યો છે.
ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે શિક્ષણાધિકારીની હાજરીમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવાઈ હોવાની ઘટના સામે આવી છે. પેન- પેન્સિલના સથવારે વિદ્યા પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓના હાથમાં સાવરણો પકડાવી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ ઉદ્ભવે છે કે, શાળામાં વિદ્યાર્થીઓને શું મજૂરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે ?
તો બીજી તરફ જેવું મીડિયા એ ધ્યાન દોર્યું કે તરત જ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું કામ બંધ કરાવી દીધું હતું. અને શાળામાં સ્વૈચ્છાએ વિદ્યાર્થીઓ સફાઈ કરી રહ્યાનું ગાણું શાળાના આચાર્યએ ગાયું હતું.
આ પણ વાંચો: ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ
આ પણ વાંચો: Viral : આ નાની બાળકીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ ! ખતરનાક સ્ટંટ જોઈને લોકોના ઉડ્યા હોંશ