JAMNAGAR : 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોચી

|

Aug 08, 2021 | 1:43 PM

SWARNIM VIJAY VARSH 2020-21 : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયના 50મા વર્ષને યાદગાર બનાવવા માટે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 06 અને 07 ઑગસ્ટ 2021ના રોજ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

JAMNAGAR : 1971 ભારત-પાકિસ્તાન યુદ્ધની 50મી વર્ષગાંઠની ઉજવણી, વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને પહોચી
Victory torch reaches Jamnagar Air Force Station, celebrating the 50th anniversary of the 1971 Indo-Pakistani War

Follow us on

JAMNAGAR : ભારત-પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયની 50મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવવામાં આવ્યું અને વિક્ટરી મશાલ જામનગર એરફોર્સ સ્ટેશને આવી પહોચી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સૈન્યના વિજયના 50મા વર્ષને યાદગાર બનાવવા માટે જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે 06 અને 07 ઑગસ્ટ 2021ના રોજ સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ એર કોમોડોર એમ.એસ. દેશવાલ, વાયુ સેના મેડલ અને જામનગરના સૌથી વરિષ્ઠ યુદ્ધ વેટરન એર કોમોડોર (નિવૃત્ત) એસ.એસ. ત્યાગી, વાયુ સેના મેડલ, સ્ટેશન મ્યુઝિયમ ખાતે સ્વર્ણિમ વિજય વર્ષ વિક્ટરી મશાલના સ્વાગતમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને વિજય મશાલ INS વાલસુરા ખાતે આગળ મોકલવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર એરફોર્સ સ્ટેશન પર ડમી મિસાઇલ સિસ્ટમ્સ પ્રદર્શન અર્થે ગોઠવવામાં આવી હતી. ત્રણ હેલિકોપ્ટર દ્વારા ફ્લાય પાસ્ટ કરવામાં આવી હતી અને IAF ગરુડ કમાન્ડો દ્વારા મંત્રમુગ્ધ કરી દેનારા કરતબો બતાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : VADODARA : શહેરી સુખાકારી દિવસમાં 62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, VMCને મળ્યું 91 કરોડનું ભંડોળ

આ પણ વાંચો : AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે શહેરી સુખાકારી દિવસની ઉજવણી, 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ-લોકાર્પણ

 

Next Article