VADODARA : શહેરી સુખાકારી દિવસમાં 62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, VMCને મળ્યું 91 કરોડનું ભંડોળ

Shaheri Jansukhakari Divas : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ અમદાવાદ ખાતે રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

VADODARA : શહેરી સુખાકારી દિવસમાં 62.59 કરોડના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત, VMCને મળ્યું 91 કરોડનું ભંડોળ
Vadodara : Dedication of 62.59 crore development works in Shaheri Jansukhakari Divas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 1:29 PM

Vadodara : 5 વર્ષ આપણી સરકારના,સૌના સાથથી સૌના વિકાસના અભિયાન હેઠળ વડોદરા મહાનગર પાલિકા (Vadodara Municipal Corporation- VMC) દ્વારા સયાજીનગર ગૃહમાં આયોજિત શહેરી જન સુખાકારી સેવા યજ્ઞ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) એ અમદાવાદ ખાતે રાજ્યસ્તરના કાર્યક્રમના સ્થળેથી વડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.62.59 કરોડના વિકાસકામો નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ (Gujarat Municipal Finance Board) ના ઉપક્રમે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓને ઓનલાઇન રૂ.1 હજાર કરોડના ચેકનું વિકાસકામો માટે વિતરણ કર્યું જેમાં વડોદરાને રૂ.91 કરોડનું ભંડોળ વિકાસ માટે મળ્યું હતું.

આજે વડોદરા મહાનગર પાલિકાને રાજ્ય સરકાર જન સુખાકારી વધારવાના કામો માટે રૂ.91 કરોડનો ચેક આપશે તેવી જાણકારી આપતાં મેયરશ કેયુર રોકડીયાએ જણાવ્યું કે આપણે સ્માર્ટ શહેરી વિકાસની દિશામાં આગળ વધી રહ્યાં છીએ જેના હેઠળ બાંધકામના કાટમાળનું રિસાયક્લિંગ, ઇન્ટીગ્રેટેડ પરિવહન પ્રણાલી, ડ્રેનેજમાં માઇક્રોટનલીંગ,સ્વચ્છતા જાળવણીમાં નવા આયામો સહિતની અનેકવિધ પહેલો કરવામાં આવી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ
IPLમાં એક ઓવરમાં 5 સિક્સર આપનાર બોલરોનું લિસ્ટ, ગુજરાતનો આ ખેલાડી પણ સામેલ
ઘરના માટલામાં મેળવો Fridge જેવું ઠંડુ પાણી, બસ આટલુ કરી લો કામ, જુઓ-VIDEO

વડોદરા મહાનગર પાલિકા દ્વારા ચાર શહેરી ઝોનમાં 50 પથારીની ચાર નવી હોસ્પિટલોના નિર્માણ, ચાર મુખ્ય રસ્તાઓના નવીનીકરણ, 75 શહેરી વિવિધ વિકાસ આયોજનોની તેમણે જાણકારી આપી હતી.

રાજ્યની મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓ દ્વારા લોક સુવિધા વધારી શકાય તે માટે રાજ્ય સરકાર સતત નાણાંકીય પીઠબળ આપે છે એવી લાગણી સાથે શહેરી જન સુખાકારી દિવસ સેવા યજ્ઞમાં સહુને આવકારતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે આજે પણ મુખ્યપ્રધાન દ્વારા ઓનલાઇન વડોદરા મહાનગર પાલિકા વિસ્તારના અંદાજે રૂ.62.59 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાઈ રહ્યું છે. અમે વડોદરા શહેરના વિકાસ માટે કટિબદ્ધ છીએ.

આ પ્રસંગે વડોદરામાં મહિલાઓ અને બાળકો માટેની અલાયદી હોસ્પિટલ બનાવવા ના રાજ્ય સરકારના સંવેદનાસભર આયોજન માટે ધન્યવાદ આપતાં સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું કે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પાંચ વર્ષથી લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યાં છે અને વડોદરાના લોકોની જરૂરિયાતો ધ્યાનમાં લઈને વિકાસ આયોજનોનો લાભ આપ્યો છે.

આ પણ વાંચો : Surat : હવામાંથી પ્રતિ મીનિટે 500 લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા ત્રણ પ્લાન્ટ કાર્યરત કરાયા

આ પણ વાંચો : AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ, આજે શહેરી સુખાકારી દિવસની ઉજવણી, 5001 કરોડના વિકાસકામોનો શુભારંભ-લોકાર્પણ

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">