AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડતાલમાં શિક્ષાપત્રી જયંતિ ઉજવણી પર શિક્ષાપત્રી લેખનભૂમિ પર ચઢાવાયા સુવર્ણ કળશ

૧૯૩ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામિનારાયણે વડતાલ મુકામે હરિમંડપમાં બેસીને શિક્ષાપત્રીનું લેખન કર્યુ છે એ ભૂમિમાં આચાર્યો શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ હસ્તપ્રતમાં સચવાયેલ શિક્ષાપત્રીનું સમૂહ પૂજન કરવામાં આવ્યું. આટલા વર્ષોથી સંપ્રદાયના બંધારણીય ગ્રંથ તરીકે માન્ય શિક્ષાપત્રીને સ્વામિનારાયણ ભગવાનનું વાણીસ્વરૂપ માનવામાં આવે છે. આજ રોજ દેશ વિદેશમાં વસતા લાખો અનુયાયીઓ શિક્ષાપત્રીનું યથોચિત પૂજન અર્ચન કરે છે. […]

વડતાલમાં શિક્ષાપત્રી જયંતિ ઉજવણી પર શિક્ષાપત્રી લેખનભૂમિ પર ચઢાવાયા સુવર્ણ કળશ
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 11, 2019 | 6:59 AM

૧૯૩ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામિનારાયણે વડતાલ મુકામે હરિમંડપમાં બેસીને શિક્ષાપત્રીનું લેખન કર્યુ છે એ ભૂમિમાં આચાર્યો શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ હસ્તપ્રતમાં સચવાયેલ શિક્ષાપત્રીનું સમૂહ પૂજન કરવામાં આવ્યું.

આટલા વર્ષોથી સંપ્રદાયના બંધારણીય ગ્રંથ તરીકે માન્ય શિક્ષાપત્રીને સ્વામિનારાયણ ભગવાનનું વાણીસ્વરૂપ માનવામાં આવે છે. આજ રોજ દેશ વિદેશમાં વસતા લાખો અનુયાયીઓ શિક્ષાપત્રીનું યથોચિત પૂજન અર્ચન કરે છે.
વસંતપંચમી એટલે શુભ કાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. ભગવાન શ્રી સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ના રોજ વસંતપંચમીના શુભદિને સર્વજીવોના હિતાર્થે વડતાલ મંદિરના સભામંડપમાં સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હતી. શિક્ષાપત્રી એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી. સ્વામિનારાયણ સંપ્રદાયના અજોડ ગ્રંથ સમાન અને સર્વજીવોના હિતાર્થે શ્રી હરિએ ૨૧૨ શ્લોકો  આચાર્ય, સંતો, સાંખ્યયોગી બાઈઓ, સર્વે હરિભકતો તથા બ્રહ્મચારીઓને આજ્ઞાઓ પાળવાની કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાથી જીવ સર્વ રીતે સુખિયો થાય છે. શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની વાણીરૂપ શબ્દ મૂર્તિ છે.
શિક્ષાપત્રીનો શાબ્દિક અર્થ સમજીએ તો – શિક્ષા એટલે હિતનો ઉપદેશ. ત્યારે વસંત પંચમીના શુભ દિવશે વડતાલમાં શિક્ષાપત્રી લેખન સ્થાન હરિમંડપ આગળ પ્રાંગણમાં ઊપસ્થિત ભક્તોએ પૂજન કરીને પુષ્પાભિષેક કર્યો હતો. સાથે જ શિક્ષાપત્રી લેખનભૂમિ પર સુવર્ણ કળશ ચઢાવાયા.
ડૉ સંત સ્વામી, ઘનશ્યામ સ્વામી -સારંગપુરવાળા, બ્રહ્મસ્વરૂપ સ્વામી, નારાયણચરણ સ્વામી બુધેજ કોઠારી, ભક્તિ સ્વામી હરિયાળા ગુરુકુલ પી સી સ્વામી ભૂમેલ, આનંદ સ્વામી વિદ્યાનગર ગુરુકુલ વગેરે ૫૦થી વધુ સંતો ખાસ હાજર રહ્યાં હતાં અને આશીર્વાદ આપ્યા હતા. હરિયાળા ગુરુકુળ,ભમેલ ગુરૂકુળ તથા વિદ્યાનગર ગુરુકુળના વિદ્યાર્થીઓ ખાસ આવ્યા હતા.
[yop_poll id=1301]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">