Valsad : મોટી દાંતી ગામે રેતીખનનની પ્રવૃત્તિ બંધ કરાવવા ગ્રામજનોએ માંડ્યો મોરચો, પોલીસ અને દાંતી ગામના લોકો વચ્ચે ઘર્ષણ

|

Jun 17, 2022 | 1:50 PM

વલસાડ (Valsad )જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવવા અને જિલ્લા કલેકટરના રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા તેમજ મજબૂત પ્રોટેકશન વોલ બનાવી ગામ ડૂબતું બચાવવા માટે રજૂઆત કરવા સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા

Valsad : મોટી દાંતી ગામે રેતીખનનની પ્રવૃત્તિ બંધ કરાવવા ગ્રામજનોએ માંડ્યો મોરચો, પોલીસ અને દાંતી ગામના લોકો વચ્ચે ઘર્ષણ
Villagers march to stop sand mining activity in Moti Danti village,(File Image )

Follow us on

વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવા અને નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા કરવામાં આવતી રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.  સ્થાનિક લોકોને કલેકટર કચેરીએ ખાતે સામૂહિક મુલાકાત કરવા ન આપતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

જેને લઇ કલેકટર કચેરીના ગેટ પાસે ચક્કાજામ કરી મોટી દાંતી ગામના સ્થાનિક લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવતા મુખ્ય માર્ગ ઉપર ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ સિટી પોલીસની ટીમને થતા સિટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ જવાનો સાથે પણ લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

વલસાડ તાલુકાના મોટી દાંતી ગામ ખાતે દરિયાની ભરતીના કારણે દિવસે દિવસે ધોવાણ વધી રહ્યું છે. નવસારી જિલ્લાના રેતી માફિયાઓ દ્વારા વલસાડ તાલુકાના મોટી દાતી દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવતી હોવાની ઘટનાને વારંવાર સ્થાનિક લોકોને ઉજાગર કરી જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆતો કરવા છતાં રેતી ખાનન પ્રવૃત્તિ અટકાવવા માટે વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કલેકટર કચેરીના ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરતાં ચક્કાજામના દૃશ્યો, પોલીસ અને દાંતી ગામના લોકો વચ્ચે ઘર્ષણ થયું

જેને લીધે સ્થાનિક લોકો વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવવા અને જિલ્લા કલેકટરના રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવા તેમજ મજબૂત પ્રોટેકશન વોલ બનાવી ગામ ડૂબતું બચાવવા માટે રજૂઆત કરવા સ્થાનિક લોકો આવી પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા કલેકટર કચેરીએ ખાતે ગામના તમામ લોકોને કચેરીના પટાંગણમાં પ્રવેશ ન મળતાં સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે ચાર ગામના લોકો આ સમસ્યાથી હેરાન છીએ, કાંઠા વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. રેતી ખનનને કારણે કેટલાક ગામો નકશા પરથી ગાયબ થવાની પણ ભીતિ સર્જાઈ છે. લોકોની રજુઆતો ફક્ત કાગળ પર જ રહી જાય છે. અમારી માગ છે કે દરિયા કિનારે મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે. જો તેમ ન થશે તો આગામી દિવસોમાં હજી પણ ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવશે.

Next Article