Valsad : વલસાડ જિલ્લા કલેકટરે પ્રિમોનસુન કામગીરીની સમીક્ષા કરી, તમામ તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરવા આદેશ

|

May 08, 2022 | 2:44 PM

પુર કે વાવાઝોડું આવે તો રાહત અને બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના આગોતરા આયોજન કરવા આદેશો આપવામાં આવ્યા છે.

Valsad : વલસાડ જિલ્લા કલેકટરે પ્રિમોનસુન કામગીરીની સમીક્ષા કરી, તમામ તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરવા આદેશ
Valsad District Collector meeting

Follow us on

આગામી ચોમાસુ પૂર્વ તૈયારી માટે વલસાડ (Valsad)  જિલ્લા કલેકટર (District Collector)  ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના સર્વે વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં કલેકટરએ ચોમાસા દરમિયાન જિલ્લામાં ભારે વરસાદ અને પૂર આવે તો રાહત અને બચાવની કામગીરી તેમજ આશ્રય અને ફૂડ પેકેટ, પીવાના પાણી તેમજ કોઇ આકસ્મિક પરિસ્થિતિમાં મુશ્કેલી નહિં પડે તેના આયોજન અને અમલીકરણ અંગે જિલ્લાના તમામ વિભાગો દ્વારા ચોમાસુ 2022 અંતર્ગત કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવા જણાવ્યું હતું.

કામગીરીની કરાઈ સમીક્ષા

ક્લેકટરએ દરેક વિભાગોના ચોમાસાના કન્ટીજન્સી પ્લાનીંગ જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીઓને તેમનો પુર કે વાવાઝોડું આવે તો રાહત અને બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના આગોતરા આયોજન કરવા આદેશો આપવામાં આવ્યા છે.

સુધારેલો એક્શન પ્લાન રજૂ કરવા આદેશ

જેમાં સુધારેલા એક્શન પ્લાનમાં વાહન નંબર, અધિકારીઓના ટેલીફોન નંબર, અધિકારી, સ્ટાફના નામ, લેન્ડ લાઇન,મોબાઇલનંબર, લાયઝન અધિકારીનું નામ, સરનામું, ટેલીફોન નંબર તેમજ કંટ્રોલરૂમમાં ફરજ બજાવનાર અધિકારી કર્મચારીના હુકમની નકલ, તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ઉપરાંત ગામોના ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્લાન, તાલુકા મામલતદાર કચેરી ખાતે રાઉન્ડ ધ કલોક કંટ્રોલરૂમ શરૂ કરવા જણાવ્યું હતું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી કરી

આ અંતર્ગત ફરજ બજાવણીના હુકમો કરી તેની નકલ, તાલુકામાં વરસાદ માપક યંત્રની ચકાસણી કરી તે મેન્યુઅલી છે કે ઓટોમેટિક ને તેની ખાતરી કરી તેનું પ્રમાણપત્ર રજૂ કરવું, તાલુકામાં આવેલ ડેમ, કેનાલોની ચકાસણી કરવી, ભૂતકાળમાં નુકસાન પામેલ તળાવો અને ભારે વરસાદથી કટ ઓફ થયેલ ગામો અને રસ્તાઓની વિગતો અને વાહનવ્યવહાર માટે વૈકલ્પિક માર્ગોના આયોજન તે તમામ વિગતોની યાદી તૈયાર કરીને તેની નકલ ડીઝાસ્ટર શાખાને મોકલવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાની, પ્રાયોજના વહીવટદાર બી. કે. વસાવા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે. પી. મયાત્રા, વલસાડ, ધરમપુર અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વ નીલેશ કુકડીયા, કેતુલ ઇટાલીયા, અનાડુ ગોવિંદન, સર્વે તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો, સિંચાઇ વિભાગના સ્ટેટ અને પંચાયતના કાર્યપાલક ઇજનેરો, નગરપાલિકાઓના ચીફ ઓફિસરો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અનિલભાઇ પટેલ, વન વિભાગના અધિકારીઓ તેમજ સર્વે વિભાગના સંબધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Next Article