Valsad : વલસાડ, ખેરગામ, રૂમલા કવીન બસ સેવા શરૂ કરવા મુસાફરોની માંગ

|

Jul 23, 2022 | 12:51 PM

દરેકે ખાનગી(Private ) વાહનનો ઉપયોગ કરવો પડે છે ખેરગામ રૂમલાની ક્વીન બસ સેવા તાકીદે શરૂ કરાવે અને તે ભારે ખર્ચાળ બને છે.

Valsad : વલસાડ, ખેરગામ, રૂમલા કવીન બસ સેવા શરૂ કરવા મુસાફરોની માંગ

Follow us on

કોરોના(Corona ) કાળ પહેલા વલસાડ (Valsad )ડેપોથી ખેરગામ, ધરમપુર, વાપી, સેલવાસ, દમણ, નાનાપોન્ડા ગુજરાત ક્વીનની જોડાણની સાતેક બસ(Bus ) સેવા દોડતી હતી. જે ક્વીનના પેસેન્જર લઈને જાય અને ક્વીનના પેસેન્જર લઈને આવે. હાલમાં માત્ર ધરમપુરની ક્વીન બસ સેવા ચાલુ બંધ કરીને હાલમાં ચલાવે છે જ્યારે ખેરગામ વિભાગના 16થી વધુ મુસાફરોએ છેલ્લા દોઢ માસથી ક્વીન બસ સેવા દોડાવવા માંગ કરી છે તે ફરી શરૂ કરવા માટે એસટી વિભાગ અને ડેપો ગલ્લાં તલ્લાં કરે છે.

ક્વીન બસ સેવાનો ઉપયોગ કરતા મુસાફરોએ તારીખ 13મી જૂને વિભાગીય નિયામક કેબિનેટ મંત્રી નરેશ પટેલ મધ્યસ્થ કચેરીને રજીસ્ટર પોસ્ટ રજૂઆત કરી ચાલુ કરવા માંગ કરી હતી. પરંતુ એસટી ડેપો મેનેજરે ચોમાસુ સમયપત્રક અમલમાં આવે પછી શરૂ કરશે એવી વાત કરે છે. 15 જૂનથી એસટીના ડેપો મેનેજર ચોમાસુ સમયપત્રક અમલમાં ચોમાસુ લાગી ગયું છે પહેલી જુલાઈથી નવું સમયપત્રક અમલી બનવું જોઈએ પરંતુ તેના ઠેકાણા જ નથી.

કોઈ પણ બસ સ્ટેન્ડ પર હાલમાં દોડતી બસ સેવાનુ મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સમય પત્રક જ મૂક્યું નથી. અરજ કરનારાએ ક્વિન બસ માટે કંટ્રોલ કેબિનમાં પૂછ્યું તો તેમને જવાબ મળે છે અમને સૂચના નથી અને ડેપો મેનેજર નો સંપર્ક કરવા કહ્યું તો ડેપો મેનેજરને સંપર્ક કરવામાં આવે છે તો જવાબ મળે છે કે અરજી મોકલાવો પછી વિચારીશું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વાપી દમણ સુધીના મુસાફરો ક્વીન બસ સેવાની લાંબા સમયથી માંગ કરે છે પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. દરેકે ખાનગી વાહનનો ઉપયોગ કરવો પડે છે ખેરગામ રૂમલાની ક્વીન બસ સેવા તાકીદે શરૂ કરાવે અને તે ભારે ખર્ચાળ બને છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલ ખેરગામ રુમલાની બસ સેવા તાકીદે શરૂ કરાવે તેવી મુસાફરોની માંગ છે.

નવાને બદલે કામચલાઉ બસ સ્ટેન્ડ

ચીખલીના નિગમના ભુતપૂર્વ ડિરેક્ટર અઝીઝભાઈ ચીખલીકરે રાજ્યમાં ડેપો કરતા પણ મોટું બસ સ્ટેન્ડ ચીખલી ખાતે બનાવ્યું હતું. જેને ઘણા વર્ષ બાદ તોડી પાડી નવું બનાવવાનું કાર્ય ખૂબ મંદ ગતિએ ચાલી રહ્યું છે. જેમાં ચીખલી બસ સ્ટેન્ડ નું નામ જ નથી અને મુસાફરોની જાણકારી માટે સાતેક ડિસ્પ્લે ટીવી હતા તે બધા ગાયબ થઈ ગયા છે. કંટ્રોલ કેબિનમાં માત્ર સીસીટીવી કેમેરાનું ડિસ્પ્લે ટીવી છે તે પણ કાર્યરત નથી અને તે ફક્ત શોભાના ગાંઠીયા સમાન છે, કોઈ દુર્ઘટના બને તો તે માટે સીસીટીવી નકામા સાબિત થાય તેમ છે.

કંટ્રોલ કેબિનમાં બે વ્યક્તિ હોવી જોઈએ તેના બદલે એક કંટ્રોલરથી કામ ચલાવવામાં આવે છે. જેણે એનાઉન્સમેન્ટ કરવાનુ હોય, આવાગમનની નોંધ કરવાની હોય, રોજીંદાપાસ કાઢવાના હોય, માહિતી આપવાની હોય, પૂછપરછ સંભાળવાનું હોય વગેરે કામો કરવામાં કામનું ભારણ આવે છે.

Next Article