Valsad: ધરમપુરના ઓઝરડાની શાળામાં રસોઈયાએ નહાતી વિદ્યાર્થિનીઓના વીડિયો ઉતાર્યાનો આક્ષેપ

|

Sep 22, 2022 | 4:28 PM

Valsad: ધરમપુરના ઓઝરાડની કન્યા સાક્ષરતા નિવાસીમાં રસોઈયા દ્વારા ન્હાતી વિદ્યાર્થિનીઓના બિભત્સ ફોટા પાડી તેમની હેરાનપરેશાન કરાતી હોવાના આક્ષેપ મામલે હવે ક્રાઈમ બ્રાંચ અને વલસાડ પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે Tv9 સાથેની વાતચીતમાં વલસાડ SPએ પ્રાથમિક દૃષ્ટિએ છેડતીના આરોપો નકાર્યા છે.

Valsad: ધરમપુરના ઓઝરડાની શાળામાં રસોઈયાએ નહાતી વિદ્યાર્થિનીઓના વીડિયો ઉતાર્યાનો આક્ષેપ
ઓઝરડાની શાળામાં વિવાદ

Follow us on

વલસાડ (Valsad)ના ધરમપુરના ઓઝરડા ગામે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં વિદ્યાર્થિનીઓની કથિત છેડતી મામલે મોટો ખુલાસો થયો છે. વલસાડના SP રાજદીપસિંહ ઝાલાએ TV9 સાથેની એક્સક્લુઝીવ વાતચીતમાં પ્રાથમિક દ્રષ્ટિએ છેડતીના આક્ષેપોને નકાર્યા છે. SP રાજદીપસિંહે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ કરી રહી છે. આ ઉપરાંત ફોરેન્સિક નિષ્ણાતોની પણ મદદ લેવાઈ રહી છે.

મહત્વનું છે કે ધરમપુરની કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ શાળામાં ફરજ બજાવતા રસોઇયા પર છેડતીનો ગંભીર આક્ષેપ કર્યો છે. રસોઈયાએ વિદ્યાર્થિનીઓના બિભત્સ વીડિયો પણ ઉતાર્યા હોવાનો આક્ષેપ થયો છે. જો કે SP રાજદીપસિંહએ કહ્યું કે શાળામાં 32 બાથરૂમ છે. પરંતુ તેમાં વીડિયોગ્રાફી શક્ય જ નથી. કથિત છેડતી મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થિનીઓએ નિવાસી શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો. મામલાની જાણ થતાં ધરમપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વિદ્યાર્થિનીઓએ ગૃહમાતા સહિત પુરૂષ રસોઈયાની તાત્કાલિક બદલીની માગ કરી છે. બીજી તરફ જેમના પર આક્ષેપ થયા છે તે રસોઈયો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઓઝરડાની શાળામાં વિદ્યાર્થિનીઓ અને વાલીઓનો હંગામો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરડા ગામે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળામાં 600 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. આ શાળામાં ત્રણ પુરુષ રસોઈયા ફરજ બજાવે છે. આ રસોઈયાઓએ વિદ્યાર્થિનીઓના ન્હાતી વખતના બિભત્સ ફોટો અને વીડિયો ઉતારી બિભત્સ માગણીઓ શરૂ કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વિદ્યાર્થિનીઓ સમક્ષ ડબલ મિનિંગમાં (દ્વીઅર્થી) કોમેન્ટ પણ પાસ કરી રસોઈયા ખોટી રીતે હેરાન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ સમગ્ર બાબતે વાલીઓએ શાળા કેમ્પસમાં પહોંચી જઈ હોબાળો મચાવ્યો હતો અને આચાર્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ વિદ્યાર્થિનીઓએ શાળામાં ભોજન પણ સારુ આપવામાં આવતુ ન હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ છે.

વિદ્યાર્થિનીઓએ શાળામાં પુરુષ રસોઈયાને બદલે મહિલા રસોઈયાને મુકવાની માગ કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય, કન્યા છાત્રાલયના ગૃહમાતા અને રસોઈયાઓની તાત્કાલિક બદલી માટેની માગ કરી હતી. અગ્રણીઓએ પણ બહારના રસોઈયા સામે કાયદેસરના પગલા લઈ આદિવાસી વિદ્યાર્થિનીઓને હેરાન-પરેશાન કરનારાઓની ધરપકડ કરવાની માગ કરી હતી. જો કે આ સમગ્ર આરોપો અંગે વલસાડના SP રાજદીપસિંહે જણાવ્યુ કે હાલ ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે.

Published On - 4:28 pm, Thu, 22 September 22

Next Article