Valsad: ચોમાસા પહેલા વલસાડ વાપીની જર્જરિત ઇમારતો માટે તંત્ર તૈયારીમાં લાગ્યું

|

May 17, 2022 | 4:31 PM

જે મિલ્કતોને (Buildings )નોટિસ આપવામાં આવી છે તેમની મોટા ભાગની ઇમારતો 35 થી 40 વર્ષ જૂની છે. જેથી તેના બાંધકામ નબળા પડી ગયા છે. આ એવી બિલ્ડીંગ છે જે વરસાદમાં ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે.

Valsad: ચોમાસા પહેલા વલસાડ વાપીની જર્જરિત ઇમારતો માટે તંત્ર તૈયારીમાં લાગ્યું
dilapidated buildings in Valsad (File Image )

Follow us on

ચોમાસુ (Monsoon) માથે દસ્તક દઈ રહ્યું છે. ત્યારે કોઈ અકસ્માતની(Accident ) ઘટના ન બને તે માટે હવે સરકારી તંત્ર આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીમાં લાગ્યું છે. ખાસ કરીને વલસાડ(Valsad ) અને વાપી શહેરમાં જૂની તેમજ જર્જરિત બિલ્ડિંગને ચોમાસા પહેલા ઉતારી લેવા અથવા રીપેર કરવા તાકીદ કરવામાં આવી છે. વલસાડમાં કુલ 250 જેટલી જયારે વાપીમાં 100 એમ કુલ 350 જેટલી જર્જરિત બિલ્ડિંગના માલિકોને નોટિસ ફરકારવામાં આવી છે. જેમાં સરકારી વસાહતના 2 તેમજ દમણગંગા વિભાગ મળીને 5 જેટલા સરકારી મકાનોનો પણ સમાવેશ થાય છે.

તે જ પ્રમાણે વાપી પાલિકા દ્વારા પણ નોટિસો ફરકારવામાં આવી છે. જે બિલ્ડીંગો રીપેર થઇ શકે છે તેવી જર્જરિત બિલ્ડીંગોના માલિકોને રીપેરીંગ માટે પણ સૂચના આપવામાં આવી છે. વલસાડ અને વાપી શહેરમાં ભારે વરસાદ, વાવાઝોડા કે ભારે પવન દરમ્યાન આવી ઇમારતો લોકો માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. જે શક્યતાને જોતા સરકારી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જે મિલ્કતોને નોટિસ આપવામાં આવી છે તેમની મોટા ભાગની ઇમારતો 35 થી 40 વર્ષ જૂની છે. જેથી તેના બાંધકામ નબળા પડી ગયા છે. આ એવી બિલ્ડીંગ છે જે વરસાદમાં ગમે ત્યારે જોખમી સાબિત થઇ શકે છે. નગરપાલિકાના બાંધકામ વિભાગ અને સીઓ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં 350 થી વધુ ઇમારતો નો સમાવેશ થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ ઉપરાંત તિથલ ગર્વમેન્ટ કોલોનીના બીજા 2 જુના મકાનો પીડબ્લ્યુડી હેઠળ આવે છે. આ મકાનો પણ હાલ ખાલી પડેલા છે. જોકે આ મિલકતોની પાછળ ધોબીતળાવનો વિસ્તાર આવેલો છે. જ્યાંથી લોકોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. જેથી આ મકાનોને દૂર કરવા પણ નોટિસ આપવામાં આવી છે.

ગુજરાત નગરપાલિકા એક્ટ 1963ની કલમ 182-1 મુજબ પાલિકાની હદમાં જૂની, બિસમાર અને ક્ષતિગ્રસ્ત મિલ્કતો બેસી જવા, તૂટી પડવા કે અકસ્માત થવાના બનાવોને રોકવા માટે માલિકો અને કબ્જેદારોને મરામત કરાવવા અને ભયજનક મિલ્કતોને દૂર કરવી ખુબ જરૂરી છે. જો આ જોગવાઇનો અમલ કરવામાં ન આવે તો અકસ્માત કે જાનહાની થશે તેની સંપૂર્ણ જવાબદારી મકાન માલિકોની રહેશે.

Next Article