દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, દરિયો તોફાની બન્યો

|

Jun 19, 2022 | 9:05 PM

સતત વરસાદના પગલે સુરત અને વલસાડના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ તરફ નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી છે. તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, દરિયો તોફાની બન્યો
sea became stormy

Follow us on

રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત (South Gujarat) માં મેઘરાજા (rain) એ ધમાકેદાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સુરત (Surat) માં વહેલી સવારથી અવિરત મેઘ મહેર વરસી રહી છે. તો વલસાડ (Valsad) માં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. સતત વરસાદના પગલે વલસાડના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયાં છે. આ તરફ નવસારીમાં પણ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી છે. તો ડાંગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આહવા, વઘઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.

ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ છવાયો છે. સાપુતારાની તળેટી વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. આહવા, વઘઇ અને સુબિરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આહવા અને વઘઇ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. કાળા વાદળો સાથે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાતાં વાપી સહતિ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. નામધા, બલીઠા, ચાણોદ, ટાઉન વિસ્તારમાં વરસાદ પડ્યો છે. ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદી માહોલમાં દરિયો પણ તોફાની બન્યો છે. તિથલના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યાં હતાં. રજાનો દિવસ હોવાથી સહેલાણીઓ પણ દરિયા કિનારે ઉમટ્યાં હતાં. સહેલાણીઓને દરિયા કિનારાથી દૂર રાખવા પોલીસ પહેરો ગોઠવાયો હતો. તિથલ ચોપાટી પર પોલીસ પહેરા સાથે દોરડા બાધીને સહેલાણીઓને દૂર રાખવામાં આવ્યાં હતાં.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સુરત શહેરમાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સાથે બારડોલી પંથક તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. બાબેન, ધમરોડ, રાયમ, કિકવાડ ગામ સહિત સમગ્ર નગરમાં વરસાદ પડ્યો હતો. ઓલપાડ અને સાયણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.સુરત ગ્રામ્યમાં વીજળી ના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. કીમ ,કોસંબા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કામરેજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાયાં હતાં. દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે છતાં
ગ્રામ પંચાયત કે સુડા ધ્યાન આપતું નથી અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Next Article