Gujarat Weather : ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદના એંધાણ, જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ

|

Oct 12, 2022 | 6:45 AM

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે, તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનું પ્રમાણ વધી શકે છે.

Gujarat Weather : ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદના એંધાણ, જાણો તમારા શહેરમાં કેવો છે હવામાનનો મિજાજ
Gujarat Weather

Follow us on

રાજ્યમાં ચોમાસાની સતાવાર વિદાય બાદ પણ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તો અમુક શહેરોમાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ આજે અમદાવાદમાં (Ahmedabad) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. ગાંધીનગરની (Gandhinagar) વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ રહેવાની શક્યતા છે. જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 34 રહેશે. તો દિવસે વાદળછાયુ વાતાવરણ જોવા મળશે. બનાસકાંઠામાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 35 રહેશે. તેમજ શહેરવાસીઓએ આકરી ગરમી સહન કરવી પડશે. ઉપરાંત ભરૂચમાં (Bharuch) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 31 રહેશે. તેમજ 75 ટકા ભેજવાળુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના

બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ શહેરવાસીઓને બફારાનો અનુભવ થશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 21 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ ભારે વરસાદની સંભાવના છે. જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તો દિવસ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર વરસાદ થશે. બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. જ્યાં 55 ટકા વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના મહેસાણામાં (Mehsana) ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 36 રહેશે.તો નર્મદામાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળશે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભેજવાળુ વાતાવરણ

તો દક્ષિણ ગુજરાતમાં ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 25રહેશે.તેમજ વરસાદી ઝાપટાની સંભાવના છે. નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 22 અને મહતમ તાપમાન 34 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે. તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 36 રહેશે, તેમજ દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે. તો પાટણમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 37 નોંધાશે, તો દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. પોરબંદરમાં (Porbandar) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 નોંધાશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સૌરાષ્ટ્રવાસીઓએ સહન કરવી પડી શકે છે ગરમી

જો સૌરાષ્ટ્રમાં રાજકોટની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 24 અને મહતમ તાપમાન 37 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની સંભાવના છે. તો સાબરકાંઠામાં ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 35 નોંધાશે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 37 નોંધાશે. ઉપરાંત દિવસ દરમિયાન ગરમીનો પારો વધશે. તો તાપીમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 33 નોંધાશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 23 અને મહતમ તાપમાન 35 નોંધાશે, તો ભેજવાળુ વાતાવરણ રહેવાની શક્યતા છે. તો વલસાડમાં ન્યૂનમત તાપમાન 25 અને મહતમ તાપમાન 32 નોંધાશે, તેમજ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા થવાની સંભવના છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 35 રહેશે. ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

તો ગીર સોમનાથમાં (Gir somnath) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. જો સૌરાષ્ટ્રમાં જામનગરના (jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 25 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ દિવસ દરમિયાન ગરમીનો પારો વધવાની સંભાવના છે. જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 36 રહેશે. જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે, તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.તો મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 38 રહેશે. જ્યારે દિવસ દરમિયાન શહેરીજનોએ ગરમી સહન કરવી પડશે.  અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 23 અને મહતમ તાપમાન 36 રહેશે. તેમજ 75 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે. તો બોટાદમાં (Botad) ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 34 રહેશે.

Next Article