ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દ્વારા દમણ ખાતે “જોશ રન” સ્પર્ધા યોજાઈ

|

Aug 29, 2022 | 9:56 AM

આગામી આંતરરાષ્ટ્રીય સીમા તટ (Beach )સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે ઘણી બધી ઇવેન્ટ જેવી કે ઓપન વોટર સી સ્વીમીંગ, સાયકલિંગ અને રીલે દોડ થનાર છે જે વિશે માહિતી આપવામાં આવી હતી

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દ્વારા દમણ ખાતે જોશ રન સ્પર્ધા યોજાઈ
"Josh Run" competition organized by Indian Coast Guard Air Station at Daman

Follow us on

દમણ (Daman )ખાતે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન આયોજિત 7.5 કિલોમીટર જોશ રનનું (Josh Run )આયોજન કરવામાં આવ્યું. જેમાં 140 જેટલા દોડવીરો(Runners ) કે જેમાં વિદ્યાર્થીઓ અને યુવાઓ તેમજ ડિફેન્સ સેવા કર્મીઓ, નિવૃત્ત ડિફેન્સ મળી 175 વ્યકિતઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર સિનિયરે ફ્લેગ ઓફ કરી દોડની શરૂઆત કરાવી. ભારતમાતાનાં જયનાદ સાથે દોડની શરૂઆત થઈ હતી. સમગ્ર માર્ગ પર પોલીસ જવાનોની દેખરેખ હેઠળ યુવાઓ અને જવાનોએ કોસ્ટ ગાર્ડના પ્રતિક સમા વ્હાઈટ યુનિફોર્મમાં સૌએ કદમ ઉપાડ્યા હતા.

રાજીવ ગાંધી સેતુ થી મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્ડ અને કિલ્લા સામેથી પસાર થઈ પી.ડબલ્યુ.ડી. ભવનથી દરિયાકિનારાના માર્ગથી થઈ લાઈટ હાઉસ એમ્પી થિયેટર નજીક દોડ પૂરી થઈ હતી. દમણ ઉદ્યોગ વિભાગના અધ્યક્ષ અને ચીફ ઓફ ડિફેન્સ વાજપેયી સાહેબની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઘણી શાળા અને કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, એ પૈકી સુરત રન એન્ડ રાઇટર 13 નાં પ્રવૃત્ત મેમ્બર અને વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત દેગામ પ્રાથમિક શાળા તા. વાપી જી.વલસાડ ના ઉપ શિક્ષક તેમજ પાંચ વિદ્યાર્થીઓ સ્પર્ધક તરીકે જોડાયા હતા એમને ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સરકારી પ્રાથમિક શાળાના બાળકોને મૂલ્ય શિક્ષણ મળી રહે, સાથે સાથે શારીરિક કેળવણી પર પ્રાપ્ત કરે એવાં લક્ષ્ય સાથે આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આગામી આંતરરાષ્ટ્રીય સીમા તટ સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે ઘણી બધી ઇવેન્ટ જેવી કે ઓપન વોટર સી સ્વીમીંગ, સાયકલિંગ અને રીલે દોડ થનાર છે જે વિશે માહિતી આપવામાં આવી હતી. આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે થનારી આ બધી પ્રવૃત્તિઓ સશક્ત યુવા પેઢી અને તંદુરસ્ત ભારતના નિર્માણ માટે વધુ ને વધુ લોકો જાગૃત બને તેમજ સીમા તટ સ્વચ્છ રાખવાનો અભિગમ કેળવે એ આશય માટે પણ બધાએ શપથ લીધા હતા.

Next Article