ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

|

Nov 29, 2023 | 8:58 AM

જનરલ માણેકશાને માટે દરેક દેશવાસીને ગૌરવ છે. તેઓ સેમ બહાદુર તરીકે જાણીતા હતા અને તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા પ્રથમ ભારતીય સેના અધિકારી હતા. જનરલ માણેકશાનો પરિવાર ગુજરાતમાં વસવાટ કરતુ હતુ. અને જ્યાંથી તેઓ અમૃતસર ગયા હતા. અમૃતસરમાં જનરલ માણેકશાનો જન્મ થયો હતો. માણેકશાનો પરિવાર વલસાડમાં રહેતુ હતુ અને જ્યાંથી તેઓએ પંજાબ રહેવા માટે પહોંચ્યા હતા.

ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર
આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર

Follow us on

ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સામ માણેકશાને બાંગ્લાદેશના નિર્માણને લઈ હંમેશા યાદ રાખવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971 યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનને અલગ દેશ બનાવી દેવામાં આવ્યો હતો. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યો હતો. ફિલ્ડ માર્શલ માણેકશાએ ચાર દાયકા સુધી દેશની સેવામાં ફરજ અદા કરી હતી. સેમ બહાદુર ગુજરાત સાથે સંબંધ છે અને તેઓનો પરિવાર પંજાબ સ્થાયી થવા અગાઉ ગુજરાતમાં વસવાટ કરતો હતો.

આ પણ વાંચોઃ હત્યા માટે હનીટ્રેપ, અમદાવાદની યુવતીએ યુવકને જાળમાં ફસાવી મોતનો ગાળીયો કસ્યો, 4 ની ધરપકડ 

સેમ બહાદુર આ નામ જ્યારે જ્યારે લેવામાં આવે છે, ત્યારે ગુજરાતીઓનુ પણ ગૌરવ વધી જતુ હોય છે. સેમ બહાદુર એટલે કે ફિલ્ડ માર્શલ સામ માણેકશા એટલે કે, સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો પરિવાર ગુજરાતમાં સ્થાયી હતો. ત્યારબાદ તેમનો પરિવાર ગુજરાતથી પંજાબ સ્થાયી થયો હતો. સેમ બહાદુરનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓનો જન્મ 3, એપ્રિલ 1914માં અમૃતસરમાં થયો હતો.

વલસાડમાં સ્થાયી હતો પરિવાર

ગૌરવશાળી નામ સેમ બહાદુરનો પરિવાર ગુજરાતના વલસાડમાં રહેતો હતો. જોકે સેમ બહાદુરનો જન્મ અમૃતસરમાં થયો હતો. માણેકશાનુ પૈતૃક ઘર પણ વલસાડમાં આવેલુ છે અને જેને લઈ વલસાડમાં તેમનો પરિવાર જ્યાં રહેતો હતો એ માર્ગનુ નામ પર માણેકશાની 100મી જન્મ જંયતી પર માણેકશા રોડ રાખવામાં આવ્યુ હતુ.

TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?
Salad : સવારે કે બપોરે? સલાડ ખાવાનો સાચો સમય શું?

વલસાડના પારસી વાડા વિસ્તારમાં માણેકશાનુ પિતૃક ઘર આવેલુ હતુ. જ્યાં તેમના પિતા હોરમૂસજી માણેકશા રહેતા હતા. હોરમૂસજી સેનામાં તબિબ હતા અને જેઓ બાદમાં વલસાડથી પંજાબમાં સ્થાયી થયા હતા. જ્યાં અમૃતસરમાં સામ માણેકશાનો જન્મ થયો હતો. તેમના નામે માર્ગનુ નામકરણ કરવામાં આવ્યુ એ વખતે પાલિકા પ્રમુખે કહ્યુ હતુ કે, વલસાડ અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે તે, તેમનુ પિતૃક ઘર અહીં રહ્યુ છે. તેમના નામે માર્ગનું નામકરણ કરવાને લઈ યુવાઓમાં પ્રેરણા મળશે.

આ રીતે મળ્યુ સેમ બહાદુર નામ

ભારતની આઝાદી બાદ ગોરખા રેજીમેન્ટની કમાન માણેકશાને મળી હતી. તેઓ આઝાદી બાદ કમાન સંભાળનારા પ્રથમ ભારતીય અધિકારી હતા. ગોરખાઓ દ્વારા જ તેમને સેમ બહાદુરના નામથી સૌથી પહેલા બોલવાની શરુઆત કરી હતી. જે ધીરે ધીરે તેમના માટે એક ઓળખ બની ગઈ હતી. તેઓ દેશ અને દુનિયામાં સેમ બહાદુર તરીકે ઓળખાવા લાગ્યા અને જાણીતા બન્યા હતા.

કેપ્ટન પદે સૌ પ્રથમ યુદ્ધનો હિસ્સો બન્યા

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેમ બહાદુર બર્મામાં સેતાંગ નદીના પટમાં યુદ્ધમાં ઘાયલ થયા હતા. આ તેમનો પ્રથમ યુદ્ધ અનુભવ હતો. તેઓ ઘાયલ થયા બાદ સાજા થઈને પરત ફરીથી યુદ્ધમાં જોડાયા હતા. માણેકશાએ 1947-48 દરમિયાન કાશ્મીરમાં પાકિસ્તાન સામેની લડાઈમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારત ચીન 1962 યુદ્ધ, ભારત પાકિસ્તાન 1965 યુદ્ધ અને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ એટલે કે 1971ના યુદ્ધનો હિસ્સો રહ્યા હતા.

જનરલ માણેકશા 1973માં સક્રિય સેવાઓમાંખી નિવૃત્ત થયા હતા. જોકે તેમને તેમના મૃત્યુ સુધી સેવારત અધિકારી તરીકે માનવામાં આવતા હતા. સેમ બહાદુરનુ વર્ષ 2008માં 27 જૂને 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ તમિલનાડુના વેલિંગ્ટનમાં પોતાનો દેહ છોડ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:06 pm, Tue, 28 November 23

Next Article