નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રીની વલસાડ મુલાકાત, પાક ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી કરાશે : નરેશ પટેલ

કેબિનેટ મંત્રી નરેશ પટેલએ વલસાડ જિલ્લાના લોકોને તેમની તમામ અપેક્ષાઓ પૂરી કરવા પૂરેપૂરો પ્રયાસ કરશે તેવી બાંહેધરી આપી હતી. રાજ્યમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ છે.

નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રીની વલસાડ મુલાકાત, પાક ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી કરાશે : નરેશ પટેલ
Civil Supplies Cabinet Minister visits Valsad, registration process for crop procurement to be expedited: Naresh Patel

રાજ્યમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે પાક ખરીદી માટેની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. પરંતુ પ્રથમ દિવસે જ તલાટીઓની હડતાળના કારણે કામગીરી ખોરંભે પડી હતી. અને ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક રીતે કરવામાં આવશે તેવી બાંહેધરી રાજ્યના અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી નરેશ પટેલે આજે તેમના વલસાડ જિલ્લાના પ્રવાસ દરમિયાન આપી હતી.

રાજ્યના આદિજાતી , અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ મંત્રી નરેશ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે હતા. નરેશ પટેલ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. આથી આજે વલસાડ જિલ્લામાં નરેશ પટેલને જન આશીર્વાદ યાત્રા યોજાઇ હતી. નરેશ પટેલનું વલસાડ જિલ્લામાં આગમન થતાં જ વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને હર્ષભેર સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ વલસાડ જિલ્લાના ડુંગરી અને ધરમપુર તાલુકા સહિત અનેક વિસ્તારોમાં તેમની જન આશીર્વાદ યાત્રા ફરી હતી. જેમાં વલસાડ જિલ્લા ભાજપના ધારાસભ્યો ભરત પટેલ ,અરવિંદ પટેલ અને સાંસદ ડોક્ટર કે.સી.પટેલ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુર તાલુકાના ફલધરામાં નરેશ પટેલની આશીર્વાદ યાત્રા નિમિત્તે જાહેર સભા યોજાઇ હતી.

કેબિનેટ મંત્રી નરેશ પટેલએ પાક રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવાની આપી ખાતરી

આ સભામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલએ વલસાડ જિલ્લાના લોકોને તેમની તમામ અપેક્ષાઓ પૂરી કરવા પૂરેપૂરો પ્રયાસ કરશે તેવી બાંહેધરી આપી હતી. રાજ્યમાં આજથી સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ છે. જોકે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાના પ્રથમ દિવસે જ તલાટીઓની હડતાલને કારણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ સરકારને થયો હતો.

જોકે રાજ્યમાં ચાલી રહેલી આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માં આવતી તમામ સમસ્યાઓનું સમાધાન કરી ઝડપીમાં ઝડપી ખેડૂતોને તેમને ઉપજના સારા ભાવ મળે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને ટેકાના ભાવે એ ખરીદીની પ્રક્રિયા આયોજન મુજબ થશે તેવા ખાતરી રાજ્યના અને નાગરિક પુરવઠા મંત્રી કેબિનેટ મંત્રી નરેશ પટેલે આપી હતી.

આ પણ વાંચો : હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, શાહીન વાવાઝોડાની ગુજરાત પર અસર નહીં થાય

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati