AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad : વાપી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગથી નાસભાગ

કેમિકલની કંપનીમાં આગ હોવાથી તેને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરના જવાનોએ આસપાસના આખા વિસ્તારને કોર્ડન કરીને આગને કાબુમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Valsad : વાપી જીઆઇડીસીની કેમિકલ કંપનીમાં ભીષણ આગથી નાસભાગ
Vapi GIDC Fire (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 12:00 PM
Share

વલસાડની(Valsad ) વાપી જીઆઇડી સી ની એક કેમિકલ કંપની માં આગનો મામલો સામે આવ્યો છે. વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેસ માં આવેલી સુપ્રિત કેમિકલ(Chemical ) કંપની માં આગ ફાટી નીકળી હતી. જેનો કોલ મળતાની સાથે જ 6 થી વધુ ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઇ ન હતી. આગ કેવી રીતે લાગી તે હજી સુધી જાણી શકાયું નથી.

આજે સવારે લાગેલી આગની આ ઘટના ને લઈ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. કેમિકલની કંપની હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયંકર હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોઈ શકાતા હતા. જોતજોતામાં કંપનીના દરેક માળ આગની લપેટમાં આવી ગયા હતા.  કેમિકલની કંપનીમાં આગ હોવાથી તેને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરના જવાનોએ આસપાસના આખા વિસ્તારને કોર્ડન કરીને આગને કાબુમાં કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જોકે કંપનીમાં ફાયર સેફટી હતી કે કેમ તેમજ જો હતી તો કાર્યરત અવસ્થામાં હતી કે કેમ તે હજી તપાસનો વિષય બની જાય છે. હજી સુધી આગ ક્યા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. સદનસીબે આગની આ ઘટનામાં હજી સુધી કોઈને જાનહાની થઇ હોય તેવા સમાચાર મળ્યા નથી.

આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે.

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
g clip-path="url(#clip0_868_265)">