વાપી નગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ, અંદાજે 55 ટકા જેટલું નોંધાયું મતદાન

Vapi Election: વાપી નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે. સાંજ સુધી ચૂંટણીમાં 55 ટકા મતદાન થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 7:34 PM

Nagarpalika Election: વાપી નગરપાલિકાની (Vapi Nagarpalika) ચૂંટણી (Election) માટે શાંતિપુર્ણ માહોલમાં મતદાન પૂ્ર્ણ થયું છે. પાંચ વાગ્યા સુધીમાં અંદાજે 55 ટકા મતદાન થયુ છે. વાપીના 11 વોર્ડની કુલ 44માંથી 43 બેઠકો માટે મતદાન થયુ. નગર પાલિકાની 43 બેઠકો માટે 109 ઉમેદવારો ચૂંટણી મેદાને હતા. 1 બેઠક પર ભાજપ બિનહરીફ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. 129 બુથો પરથી મતદાન યોજાયુ હતુ. જેમાં 28 બુથો સંવેદનશીલ હોવાથી શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વાપી શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી વાપી નગરપાલિકાની ચૂંટણી પ્રચારમા તમામ રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવા પૂરજોશમાં પ્રચાર ઝુંબેશ ચલાવી હતી. આ વખતે વાપી નગરપાલિકા વિસ્તારના 1 લાખ 2 હજાર મતદારોમાં 15 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. જેમાં 15 ટકાથી વધુ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે.

ત્યારે આ નવા મતદારોને રિઝવવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ હતું. યુવાવર્ગને આકર્ષવા માટે સોશિયલ મીડિયા થકી ભરપૂર પ્રચાર કરવામાં આવ્યો હતો. વોટ્સએપ, ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી રાજકીય પાર્ટીઓ યુવા મતદારો સુધી પહોંચી હતી. જેના પગલે આ વખતની ચુંટણીમાં યુવા મતદારોના મત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Aravalli : હોમગાર્ડ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપવા આવેલા યુવકનું મોત, ટેસ્ટ બાદ છાતીમાં ઉપડ્યો દુ:ખાવો

આ પણ વાંચો: Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">