VIDEO: દમણમાં સલીમ મેમણની ગોળીમારીને હત્યા, હુમલાખોરોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું

|

Oct 07, 2020 | 1:29 PM

દમણમાં ફરી એકવાર સરેઆમ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગ અન્ય કોઈ નહીં પણ પુર્વ કોર્પોરેટર સલીમ મેમણ પર કરવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ સલીમ મેમણ પર 7 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. સલીમ મેમણને બે ગોળી માથામાં અને એક ગોળી પેટમાં વાગી હતી. આ પણ વાંચો: PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની […]

VIDEO: દમણમાં સલીમ મેમણની ગોળીમારીને હત્યા, હુમલાખોરોએ 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું

Follow us on

દમણમાં ફરી એકવાર સરેઆમ ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગ અન્ય કોઈ નહીં પણ પુર્વ કોર્પોરેટર સલીમ મેમણ પર કરવામાં આવ્યું છે. અજાણ્યા શખ્સોએ સલીમ મેમણ પર 7 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. સલીમ મેમણને બે ગોળી માથામાં અને એક ગોળી પેટમાં વાગી હતી.

આ પણ વાંચો: PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ફાયરિંગને કારણે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલાં સલીમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સલીમ ખારીવડ વિસ્તારમાં એક શોરૂમમાં બેઠો હતો. તે જ સમયે એકાએક આવી ચઢેલાં અજાણ્યો શખ્સોએ સલીમ પર ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સલીમ કાંઈ સમજે તે પહેલાં જ અજાણ્યા શખ્સો તેને 7 જેટલી ગોળીઓ ધરબી ફરાર થઈ ગયા હતા. આ ગોળીબારમાં સલીમ શો રૂમમાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. જે બાદ તાત્કાલિક સલીમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કોર્પોરેટર ઉપર ફાયરિંગ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને ફાયરિંગ કરનાર શખ્સોની ઓળખાણ માટે સીસીટીવી કેમેરા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:10 pm, Mon, 2 March 20

Next Article