શાળામાં ફૂલો અને કુદરતી રંગોથી હોળી રમીને બાળકોએ આપ્યો ‘પાણી બચાવવા’નો સંદેશ

|

Mar 22, 2019 | 6:55 AM

હોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વડોદરામાં એક ખાનગી સ્કુલના બાળકો દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ તહેવારમાં પાણીનો સૌથી વધુ બગાડ થતો હોય છે અને લોકો કેમીકલયુક્ત રંગોથી હોળી રમતા તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પાણીની બચત અંગે જાગૃતા આવે અને ઇકોફ્રેન્ડલી […]

શાળામાં ફૂલો અને કુદરતી રંગોથી હોળી રમીને બાળકોએ આપ્યો પાણી બચાવવાનો સંદેશ

Follow us on

હોળી ધુળેટીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે વડોદરામાં એક ખાનગી સ્કુલના બાળકો દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી છે. સામાન્ય રીતે આ તહેવારમાં પાણીનો સૌથી વધુ બગાડ થતો હોય છે અને લોકો કેમીકલયુક્ત રંગોથી હોળી રમતા તે શરીરને પણ નુકસાન પહોંચાડે છે.

ત્યારે વિદ્યાર્થીઓમાં પાણીની બચત અંગે જાગૃતા આવે અને ઇકોફ્રેન્ડલી હોળી રમીને હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાના હેતુસર એક અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાની પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ સ્કુલ દ્વારા 500 કીલો ફુલો દ્વારા ધુળેટી રમાડવામાં આવી હતી સાથે જ નેચરલ કલરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને આ ફુલોની ધુળેટીનો આનંદ માણ્યો હતો. નાના નાના બાળકોએ મન ભરીને મસ્તી કરી અને ફુલોની હોળી રમીને સાથે સાથે સમાજને પાણીની બચત કરવાનો મહત્વનો સંદેશ પણ આપ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:53 am, Mon, 18 March 19

Next Article