VIDEO: વડોદરામાં યુવકની રિક્ષા ડિટેઇન થતા રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો

|

Nov 29, 2019 | 2:47 PM

પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદાથી લોકો પરેશાન છે. ત્યારે વડોદરામાં એક યુવાનની રિક્ષા ડિટેઇન થતા રિક્ષાચાલકે રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો હતો. એક કલાક સુધી રિક્ષાચાલકે રોડ પર બેસીને વિરોધ કર્યો હતો. વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં રવિ કપૂર નામનો રિક્ષાચાલક પોતાની રિક્ષા લઇને નિકળ્યો હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો […]

VIDEO: વડોદરામાં યુવકની રિક્ષા ડિટેઇન થતા રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો

Follow us on

પહેલી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદાથી લોકો પરેશાન છે. ત્યારે વડોદરામાં એક યુવાનની રિક્ષા ડિટેઇન થતા રિક્ષાચાલકે રોડ પર બેસી ભારે હોબાળો મચાવ્યો હતો. એક કલાક સુધી રિક્ષાચાલકે રોડ પર બેસીને વિરોધ કર્યો હતો. વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં રવિ કપૂર નામનો રિક્ષાચાલક પોતાની રિક્ષા લઇને નિકળ્યો હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો હતો. અને નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં ભાજપ સાથે ગઠબંધન કરવા માટે NCPએ રાખી હતી આ 2 શરત, PM મોદીએ કર્યો હતો ઈનકારઃ સૂત્ર

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રિક્ષાચાલકે તેની પાસે રહેલા રૂપિયા આપી દંડ ચૂકવવા કહ્યું, પરંતુ ટ્રાફિકકર્મીએ રિક્ષા ડિટેઇન કરી લેતા રિક્ષાચાલકે હોબાળો મચાવ્યો હતો. રવિ કપૂરે રોડ ઉપર બેસી ગયો હતો. અને ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ કર્યો હતો. વાહનોથી ધમધમતા માર્ગ ઉપર બેસીને ટ્રાફિક નિયમોના વિરોધને કારણે ટ્રાફિક જામ સર્જાયું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article