વડોદરામાં 10 જેટલા લુખ્ખા તત્વોએ જાહેરમાં જન્મદિવસની કરી ઉજવણી, ખુરશીઓ ઢાળી રીલ બનાવી વીડિયો કર્યો વાયરલ

|

Mar 17, 2025 | 8:45 PM

વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે બદ્દ થી બદ્દતર થઈ રહી છે. કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ શહેરના અકોટા દાંડિયાબજાર વિસ્તારમાં 10 જેટલા નબીરાઓએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

વડોદરા શહેરમાં પોલીસનો જાણે કોઇ ખૌફ લોકોને રહ્યો ન હોય તેવું જણાય છે. ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો વધુ છાટકા બની રહ્યા છે. શહેરમા હવે હત્યા, હત્યાનો કોશિશ, ચીલઝડપ, લૂંટફાટ, ચોરી, નશાખોરી, દારૂનું વેચાણ, છેડતી, મારામારી,પોલીસના જાહેરનામાં નું ઉલ્લંઘન જેવા ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે જેના કારણે સામાન્ય લોકો, સમજદાર લોકો હવે એક પ્રકારના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. હાલમા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે.

જાહેર માર્ગ પર ખુરશીઓ ઢાળી જન્મદિવસની ઉજવણી કરાઈ

જેમાં શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પાસે આવેલા સોલાર રૂફ પેનલ સિસ્ટમ નીચે દસેક નબીરાઓ પ્લાસ્ટિકની ખુરશી મૂકીને બેઠા છે અને આ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે વિડિયો વાયરલ થયો છે. તેમાં સરકાર ગૃપ અને મિ.મોઇન દરબાર લખેલું દેખાય છે સાથે જ દસેક નબીરાઓ બર્થડે ઉજવણી માટે પ્લાસ્ટિકની ખુરશીઓમાં બેઠેલા નજરે પડી રહ્યા છે સાથે જ એમાં સોંગ પણ મૂકવામાં આવ્યું છે કોણ અમને ડરાવે એવું એક સોંગ પણ ચાલી રહ્યું છે.અહી આ વીડિયો રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ નો હોવાનું જણાય છે.

પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ 

અગાઉ નવલખી દુષ્કર્મ ની ઘટના બાદ નવલખી મેદાનમાં એક પોલીસ ચોકી પણ મૂકવામાં આવી હતી પરંતુ તે ભાગ્યે જ ખુલ્લી જોવા મળે છે જ્યારે કોઇ મોટો કાર્યક્રમ અહીં હોય કે પછી વીઆઇપી ગતિવિધિ દરમિયાન આ પોલીસ ચોકી ખુલ્લી હોય છે બાકી મોટાભાગે પોલીસ ચોકી બંધ જ જોવા મળે છે અહીં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અગાઉ 18એપ્રિલ 2024ની મધરાતે સવા બાર વાગ્યાની આસપાસ કલ્પ પંડ્યા પોતાની કાર ગફલતભરી રીતે હંકારી બ્રિજની બાજુમાં મોપેડ બાઇક તથા પાળી પર બેઠેલા ચાર વિદ્યાર્થીઓને અડફેટે લેતાં તેમાં એક આકાશ નામના એમબીએના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો