Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે L&Tના રાજ્ય સરકાર સાથે MOU

નીતિ અમલી થયાના શરૂઆતના પ્રથમ 6 મહિનામાં જ ગુજરાત સરકારે 13 અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ (MOU) કર્યાં છે આ MoUs અન્વયે કુલ રૂ. 2400 કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે 13,750 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે.

Vadodara: IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી પાર્ક સ્થાપવા માટે L&Tના રાજ્ય સરકાર સાથે MOU
Vadodra: L&T signs MoU with State Govt to set up IT and ITeS Enabled Services Technology Park
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 5:23 PM

રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (2022-27) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે. આ સંદર્ભમાં ગુજરાતે આજે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વિશ્વખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો ( Larson & Toubro) લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસ ટેક્નોલોજી (Services Technology) પાર્ક સ્થાપવા માટે રાજ્ય સરકાર સાથે MOU કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel) ઉપસ્થિતિમાં અને સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઇ વાઘાણીના માર્ગદર્શનમાં આ MOU રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T એ કર્યાં હતા. આ MOU પર L&T વતી સી.ઇ.ઓ  (CEO) અને મેનેજિંગ ડિરેકટર એસ. સુબ્રહ્મમણયને તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ રાજ્ય સરકાર વતી હસ્તાક્ષર કર્યાં હતા.

આ મહત્વપૂર્ણ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર,ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને L&T ના પ્રતિનિધિઓ જોડાયા હતા. ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી. કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે. L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં 7 હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે.

એટલું જ નહિ, વડોદરામાં સ્થપાનારા આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ 10 હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે. ગુજરાત સરકારે મજબૂત નીતિ માળખું ઘડીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે, ઉત્કૃષ્ટ આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને રાજ્યમાં 1 લાખ આઇ.ટી. નોકરીઓનું સર્જન કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે મુખ્યમંત્રીના દિશાદર્શનમાં ગુજરાત IT/ ITeS નીતિ  2022-27 જાહેર કરેલી છે. આ નીતિએ સમગ્ર IT ઉદ્યોગોમાં એક અભૂતપૂર્વ આકર્ષણ ઉભું કર્યુ છે અને અનેક રોકાણકારો ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનવા માટે તત્પર છે.

નીતિ અમલી થયાના શરૂઆતના પ્રથમ 6 મહિનામાં જ ગુજરાત સરકારે 13 અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ (MOU) કર્યાં છે આ MoUs અન્વયે કુલ રૂ. 2400 કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે 13,750 ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. હવે L&T ની વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક માટે ગુજરાત સરકાર સાથેની સહભાગિતાથી સંસ્કાર નગરી વડોદરા હવે IT/ ITeS ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ નગરી બનશે.

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">